• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Viral: છેડતી કરનાર વૃદ્ધની પ્લેનમાં ફરી ગઇ પથારી!

|

નવી દિલ્હી, 3 ફેબ્રુઆરી: માનવતાને શરમાવે તેવી એક ઘટના ઓડિશાની રાજધાની ભુવનેશ્વરમાં સામે આવી છે. અત્રે એક 62 વર્ષના વૃદ્ધ વ્યાપારીએ વિમાનમાં પોતાની બેટીની ઉંમરની એક યુવતી સાથે ગેરવર્તણૂંક કરી. વ્યાપારી મૂળ રીતે ભારતીય છે પરંતુ સિંગાપુરમાં રહે છે. પોલીસે છેડતીની ફરિયાદ દાખલ કરીને વ્યાપારીની ધરપકડ કરી લીધી છે.

ખાસ વાત એ છે કે યાત્રા દરમિયાન યુવતી સાથે છેડતી કરનારા આ વ્યાપારીની બધી હરકત વીડિયોમાં કેદ કરી લેવામાં આવી જે સોશિયલ મીડિયા પર વાયરલ બની ગયો. પોલીસે આરોપીનો પાસપોર્ટ પણ જપ્ત કરી લીધો. પ્રાપ્ત જાણકારી અનુસાર આ ઘટના 27 જાન્યુઆરીની છે. ઝારખંડના બોકારોની રહેનારી એક યુવતી ઇન્ડિગો એરલાઇન્સથી મુંબઇથી ભુવનેશ્વર જઇ રહી હતી.

યાત્રા દરમિયાન મહિલાની સીટ પાછળ બેસેલા આ શખ્સે તેને ખોટી રીતે હાથ લગાવ્યો હતો. પહેલી વાર ધ્યાનથી જોવા પર જ્યારે તેણે ફરીથી એવી જ હરકત કરી તો યુવતીએ કેબિન ક્રૂ મેમ્બરને આ અંગેની જાણ કરી દીધી. યુવતીએ આ શખ્સની સાથે ચર્ચા પણ કરી જેમાં સહયાત્રી પણ તેના સમર્થનમાં ઉતરી આવ્યા. જેના પગલે વિમાનમાં ખૂબ જ બબાલ પણ મચી ગઇ. વિમાન ભુવનેશ્વર પહોંચવા પર એરલાઇનના ક્રૂ મેમ્બરોએ ગ્રાઉંડ સ્ટાફને આ ઘટના અંગેની જાણ કરી.

ત્યારબાદ સીઆઇએસએફ અધિકારી ઘટના સ્થળે આવી ગયા. મામલાની પ્રાથમિક તપાસ કર્યા બાદ આરોપીને સ્થાનીય પોલીસને સોંપી દેવામાં આવ્યો. રિપોર્ટ અનુસાર, યુવતીએ શખ્સની આ ગંદી હરકત પર પોલીસમાં ફરિયાદ કરવાની ધમકી આપી તો વ્યાપારી ગભરાઇને હાથ જોડવા લાગ્યો અને પોતાનો ચહેરો કેમેરાથી છૂપાવવા લાગ્યો.

જુઓ વીડિયો

English summary
A video of a girl verbally attacking and confronting an elderly man for allegedly molesting her on board an Indigo Airlines Mumbai to Bhubaneshwar flight has gone viral.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X