કેરળની આ મહિલાનો બસની પાછળ ભાગતો વીડિયો કેમ વાયરલ થઈ રહ્યો છે?
વર્તમાન સમયમાં જ્યારે ચારે તરફથી નિરાશાજનક સમાચારો આવી રહ્યા છે ત્યાં કોઈનો એક નાનકડો પ્રયાસ પણ દિલ ખુશ કરી દે છે પરંતુ આપણે જે મહિલાની વાત કરી રહ્યા છે તેનો પ્રયાસ ખરેખર પ્રશંસાને પાત્ર છે. વાસ્તવમાં સોશિયલ મીડયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આમાં એક નારંગી રંગની સાડી પહેરેલ મહિલા બસનો પીછો કરે છે.
બસ રોકાવ્યા બાદ કે કંડક્ટરને થોડી રાહ જોવા માટે કહે છે. તે મહિલા ફરીથી દોડીને પાછી જાય છે અને એક દિવ્યાંગ વ્યક્તિનો હાથ પકડીને તેને બસ સુધી લઈ જાય છે. બસમાં તેને બેસાડ્યા બાદ તે મહિલા ત્યાંથી જાય છે.
આ વીડિયો કેરળનો જણાવાઈ રહ્યો છે. તમે પણ આ વીડિયો જરૂર જુઓ. સોશિયલ મીડિાય પર આ મહિલાના કામની ખૂબ પ્રશંસા થઈ રહી છે. મહિલાએ આ વીડિયો રેકોર્ડ થવાની કોઈ માહિતી નથી. તેના દ્વારા આ અજાણી વ્યક્તિ માટે કરેલુ કામ લોકોને ઈમોશનલ કરી રહ્યુ છે.
she made this world a better place to live.kindness is beautiful!😍
— Vijayakumar IPS (@vijaypnpa_ips) July 8, 2020
உலகம் அன்பான மனிதர்களால் அழகாகிறது#kindness #love pic.twitter.com/B2Nea2wKQ4
ઑસ્ટ્રેલિયન મહિલાએ વર્ણવી દર્દનાક કહાની, શ્રીનગરમાં 2 મહિના સુધી બંદી બનાવી થયો રેપ