For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોણ છે જૈન મુનિ તરુણ સાગરજી? વિશાલને કેમ આપી માફી?

|
Google Oneindia Gujarati News

વિશાલ ડડલાણીએ ટ્વિટર કરીને જૈન મુનિ તરણ સાગરજી પર ટિપ્પણી કરી હતી. જે બાદ જૈન સમાજે આ અંગે ભારે વિરોધ વ્યક્ત કર્યો હતો. વધુમાં અમદાવાદ સમતે મુંબઇમાં આ અંગે પોલિસ ફરિયાદ પણ નોંધાઇ હતી. ત્યારે આજે વિશાલ ડડલાણીએ ચંડીગઢ જઇને મીડિયા સમક્ષ જૈન મુની તરુણ સાગરની માફી માંગી છે. જૈન મુનીએ વિશાલને માફ પણ કરી દીધા છે.

જૈન મુનિ વિરુદ્ધ બોલનાર વિશાલ ડડલાની સામે અમદાવાદમાં ફરિયાદજૈન મુનિ વિરુદ્ધ બોલનાર વિશાલ ડડલાની સામે અમદાવાદમાં ફરિયાદ

વિશાલે આ અંગે કહ્યું છે કે 'કોઈની પણ ધાર્મિક લાગણીઓ દુભાવવાની મારી મંછા નહતી.' સમગ્ર વિવાદ પર પૂર્ણવિરામ મુકવાની વિશાલની પહેલ બાદ તરુણ સાગરે તેમને માફ કરી દીધા છે. અને વિશાલનાં કહેવા પ્રમાણે તેમની વચ્ચે સારી એવી મૈત્રી પણ થઇ ગઈ છે. ત્યારે કોણ છે આ જૈન મુનિ તરુણ સાગરજી. કેવી રીતે તે પવન કુમારમાંથી તે દિગંબર પંથી જૈન મુની તરુણ સાગર બન્યા તે વિષે વિસ્તારથી જાણો અહીં...

પવનકુમાર

પવનકુમાર

જૈન મુની તરુણ સાગરનું મૂળ નામ પવનકુમાર જૈન છે. તેમનો જન્મ 26 જૂન 1967માં ગામ ગુહજી, મધ્યપ્રદેશનાં દમોહ જીલ્લામાં થયો હતો.

પરિવાર

પરિવાર

તેમની માતાનું નામ શ્રીમતી શાંતીબાઈ જૈન અને પિતાનું નામ પ્રતાપચંદ્ર જૈન હતું. કહેવાય છે કે તેમને 8 માર્ચ ૧૯૮૧માં ઘર છોડી દીધું હતું. અને તેમને શિક્ષા-દીક્ષા છત્તીસગઢમાં થઇ છે.

ક્રાંતિકારી સંત

ક્રાંતિકારી સંત

તેમના પ્રવચનને કારણે તેમને ‘ક્રાંતિકારી સંત'નો ખિતાબ મળ્યો છે. 6 ફેબ્રુઆરી ૨૦૦૨માં મધ્યપ્રદેશ સરકાર દ્વારા તેમને ‘રાજકીય અતિથી'નો દરજ્જો મળ્યો છે.

ગુજરાત કનેક્શન

ગુજરાત કનેક્શન

2 માર્ચ ૨૦૦૩ માં ગુજરાત સરકારે તેમને ‘રાજકીય અતિથી'નું બહુમાન આપ્યું. વળી ગુજરાતમાં પણ તેમના અનુયાયી મોટી સંખ્યામાં છે.

કડવે પ્રવચન

કડવે પ્રવચન

તરુણ સાગરે ‘કડવે પ્રવચન' નામથી એક બુક સીરીઝ શરુ કરી છે, જેના દ્વારા તે ચર્ચામાં આવ્યા હતા. ત્યારે તેમના કેટલાક પ્રવચનોના અંશ વાંચો અહીં.

એવું કામ કરો કે કોઇના આંસુ..

એવું કામ કરો કે કોઇના આંસુ..

"જો તમારા કારણે કોઈ વ્યક્તિ દુખી રહે તો સમજી લો કે આ તમારા માટે સૌથી મોટું પાપ છે, એવા કામ કરો કે તમારા પછી લોકો આંસુ વહાવે, ત્યારે તમને પુણ્ય મળશે."

ગુલાબના કાંટા વચ્ચે હસતા રહો

ગુલાબના કાંટા વચ્ચે હસતા રહો

ગુલાબ કાંટા વચ્ચે પણ હસ્તા રહે છે એટલે જ લોકોને તે ગમે છે. એવા કામ કરો કે તમારા દુશ્મન પણ તમને પ્રેમ કરવા પર મજબૂર થઇ જાય. વધુમાં તેમણે કહ્યું કે- હંસવાની બક્ષીસ કેવળ મનુષ્યને જ મળી છે, એટલે જયારે મોકો મળે ત્યારે હંસો.

પ્રેમ

પ્રેમ

માણસનાં દિલને પ્રેમથી જીતો તો જ ખરી જીત છે, તલવારથી આપ જીત મેળવી શકો છો પ્રેમ નહીં. માણસે પોતાની અંદર સહનશક્તિ પૈદા કરવી જોઈએ, કારણ કે જે સહે છે તે જ રહે, જે નથી સેહતું તે તુટી જાય છે.

જે ઘરમાં દિકરી ના હોય

જે ઘરમાં દિકરી ના હોય

પરિવારમાં આપ કોઈને બદલી નથી શકતા પણ આપ પોતાને બદલી શકો છો, તેના પર આપનો પૂરો હક્ક છે. જેને દીકરી ન હોય એને ચુંટણી લડવાનો હક્ક ન હોવો જોઈએ. જ્યાં દીકરી ન હોય ત્યાં લગ્ન ન કરવા જોઈએ અને સાધુ સંતો એ ત્યાંથી ભિક્ષા ન લેવી જોઈએ.

રાજનીતિ

રાજનીતિ

રાજનીતિને ધર્મથી જ કાબુ કરી શકાય છે. ધર્મ પતિ છે અને રાજનીતિ પત્ની છે. દરેક પતિની ફરજ છે કે તેની પત્નીની રક્ષા કરે.

English summary
Muni Tarunsagar is a Digambara monk and the author of a book series titled Kadve Pravachan (bitter discourse). Here is Everything you need to know about him.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X