Vision 2020: વિકસિત દેશ બનવાની હોડમાં પ્રતિસ્પર્ધી દેશોની સરખામણીએ ભારત ક્યાં છે?
વર્ષ 2000 માં ભારતની ગણતરી બ્રિક ((BRIC) અર્થવ્યવસ્થામાં થતી હતી. બ્રિક એટલે બ્રાઝિલ, રશિયા, ભારત અને ચીન. અપેક્ષા હતી કે આ ચાર દેશ આગામી દાયકાઓમાં વૈશ્વિક અર્થતંત્રમાં પોતાનું વર્ચસ્વ જમાવશે. જો કે આ અપેક્ષા અનુસાર ચીન અને ભારતનું પ્રદર્શન અપેક્ષા કરતા સારૂ રહ્યુ છે. જીડીપી વિશે જે સંભાવનાઓ વ્યક્ત કરાઈ હતી તેમાં ભારત અને ચીનનું પ્રદર્શન સારૂ રહ્યુ છે. બીજી તરફ ભારત ચીન કરતા ઘણુ પાછળ છે. સૌથી મોટી ચિંતાની વાત એ છે કે, અંદાજીત 2027 સુધીમાં વસ્તીમાં ચીનથી પણ આગળ નિકળી જશે.

વૈશ્વિક અર્થવ્યવસ્થમાં કોણ ક્યાં છે?
વૈશ્વિક અર્થવ્યવસ્થામાં કોણ ક્યાં છે એ તરફ નજર કરીએ તો ભારતની સરખામણીમાં ચીને છેલ્લા કેટલાક દાયકાઓમાં ઘણી આર્થિક પ્રગતિ કરી છે. આજે ચીન અમેરિકા પછી વિશ્વની 10 મોટી અર્થવ્યવસ્થાઓમાં બીજા સ્થાને પહોંચ્યુ છે. 2019 માં ચીનની જીડીપી 9.2 ટ્રિલિયન યુએસ ડોલર છે. જો કે ભારત માટે રાહતની વાત એ છે કે તે વિશ્વની સૌથી ઝડપથી વિકસતી મોટી અર્થવ્યવસ્થા છે. પાછલા વર્ષે જ ભારત ફ્રાન્સને પાછળ છોડી વિશ્વની છઠ્ઠી મોટી અર્થવ્યવસ્થા બની ગયો છે. 2019 માં ભારતની જીડીપી 2.9 ટ્રિલિયન ડોલર છે, જે 2024 સુધીમાં 5 ટ્રિલિયન સુધી પહોંચાવડાનો લક્ષ્યાંક છે.

20 વર્ષમાં શું બદલ્યું?
હાલમાં અમેરિકા અને ચીન સિવાય ભારતથી આગળ માત્ર યુકે, જર્મની અને જાપાન છે. ફ્રાન્સ, બ્રાઝિલ અને કેનેડા જેવા દેશો પણ ભારતની પાછળ છે. જ્યાં સુધી બ્રાઝિલની વાત છે તો તેનો સૂચક જીડીપી 2019 માં 2.0 ટ્રિલિયન છે. એટલે કે, બ્રિક (BRIC) ના ચાર દેશોમાં ચીનની અર્થવ્યવસ્થામાં આપણાથી આગળ છે. બ્રાઝિલ આપણાથી પાછળ છે અને રશિયા આ રેસમાંથી બહાર થઈ ગયુ છે. 20 વર્ષમાં શું બદલાયું તેની વાત કરીએ વિકાસની યાત્રામાં ચીને વૈશ્વિક અર્થતંત્રમાં ઉત્પાદન ક્ષેત્રે પોતાનું વર્ચસ્વ સ્થાપિત કર્યું છે, જ્યારે ભારત ચીનથી પાછળ છે. અપેક્ષા છે કે 2022 સુધીમાં દેશના વિકાસમાં મેન્યુફેક્ચરિંગનો હિસ્સો 25% સુધીનો થઈ જશે.
એક અંદાજ મુજબ આનાથી વધારાની 1 કરોડ નોકરીઓ સર્જાશે. બીજી તરફ મેન્યુફેક્ચરિંગનો જીડીપી ગ્રોથ રેટ 16.1% પર અટક્યો છે. સદીની શરૂઆતમાં સંભાવના લગાવાઈ હતી કે આગામી 20 વર્ષમાં ભારતમાં જીડીપી વૃદ્ધિ દર 8.5% થી 9% ની વચ્ચે રહેશે. તેનાથી માથાદીઠ આવક વધશે. ગરીબી સંપૂર્ણ રીતે ખતમ થઈ જશે. એવી ધારણા કરવામાં આવી હતી કે ભારત ઓછા વિકસિત દેશમાંથી ઉચ્ચ-મધ્યમ આવકવાળા દેશમાં પરિવર્તિત થઈ જશે. સૌથી મોટી વાત એ છે કે આ તમામ બાબતોને જોડતા ભારતીય અર્થવ્યવસ્થા 2000 ના 11 માં સ્થાનેથી 2020 માં ચોથા સ્થાને આવી જશે. એકંદરે ભારતે છેલ્લા બે દાયકામાં આ પરિમાણો પર નોંધપાત્ર પ્રગતિ કરી છે.
લાખો લોકો ગરીબીમાંથી બહાર આવ્યા છે. ભારત સદીના પ્રથમ દાયકામાં જ ઓછા વિકસિત દેશની શ્રેણીમાંથી બહાર આવી ગયું હતું. જો કે, ચીન અને બ્રાઝિલ પહોંચેલા ઉચ્ચ-મધ્યમ આવકવાળા દેશોની શ્રેણીમાં શામેલ થવું પૂરતું નથી. ભારત હજી પણ ઓછા-મધ્યમ આવકના અર્થતંત્રમાં છે. જો કે ચીન અને બ્રાઝીલ ઉચ્ચ-મધ્યમ આવકવાળા દેશોની શ્રેણીમાં શામેલ થઈ ચુક્યા છે ત્યારે ભારત હજુ ઓછા-મધ્યમ આવકનું જ અર્થતંત્ર છે.

ઘણું થયું, ઘણું થવાનું બાકી
2000માં, ભારતમાં સરેરાશ આયુષ્ય 64 વર્ષ હતુ. તે પછી કલ્પના કરાઈ હતી કે 20 વર્ષ પછી સરેરાશ ઉંમર 69 વર્ષ સુધી પહોંચશે. હાલમાં ભારતમાં સરેરાશ આયુષ્ય કલામમાં વિઝન મુજબ છે પરંતુ ચીન અને બ્રાઝિલથી ઘણા પાછળ છીએ. ચીન અને બ્રાઝીલનું સરેરાશ આયુષ્ય 75 વર્ષથી વધુ છે. મનુષ્યને કેન્દ્રમાં મૂકીને થયેલા દુનિયાના પહેલા વૈજ્ઞાનિક સર્વેમાં શિક્ષણ અને આરોગ્ય પર થયેલા રોકાણમાં ભારતનું સ્થાન 158 મું છે. બીજી તરફ આ યાદીમાં અમેરિકા 27 અને ચીન 44 મા ક્રમે છે. આ આંકડા જોઈને એમ કહી શકાય કે હજુ ભારત છેલ્લા 20 વર્ષોમાં કલામના વિઝન અનુસાર વિકાસ કરી શક્યુ નથી. હજુ પ્રયત્નો ચાલુ રાખવા અને વધુ ધ્યાન આપવાની જરૂરત છે.
મંજૂરી વિના જબરદસ્તી કેમ્પસમાં ઘૂસી પોલીસ, સ્ટાફ અને વિદ્યાર્થીઓને માર્યા