For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સના બાદ ‘ગુમનામ ટીચર' ના નિવેદનથી વિવેક તિવારી મર્ડર કેસમાં નવો વળાંક

યુપીની રાજધાની લખનઉમાં એપ્પલ કંપનીના એરિયા સેલ્સ મેનેજર વિવેક તિવારી હત્યા મામલે હવે નવા તથ્યો સામે આવ્યા છે.

|
Google Oneindia Gujarati News

યુપીની રાજધાની લખનઉમાં એપ્પલ કંપનીના એરિયા સેલ્સ મેનેજર વિવેક તિવારી હત્યા મામલે હવે નવા તથ્યો સામે આવ્યા છે. વિવેક તિવારીની પૂર્વ સહકર્મી સના ખાનના ખુલાસા બાદ હવે એક ટીચરના નિવેદનથી આ બાબતે નવો વળાંક આવ્યો છે. વાસ્તવમાં એક ખાનગી કોલેજના શિક્ષકે આ બાબતે મોટો ખુલાસો કરતાં જણાવ્યુ છે કે આરોપી બંને પોલિસો રાતે રાહદારીઓ પાસેથી ગેરકાયદેસર વસૂલી કરતા હતા. શિક્ષકે જણાવ્યુ કે તે પોતે પણ આ બંનેની આવી વસૂલીનો શિકાર બની ચૂક્યા છે.

શિક્ષકે કર્યો મોટો ખુલાસો

શિક્ષકે કર્યો મોટો ખુલાસો

ન્યૂઝ વેબસાઈટ એનબીટીમાં છપાયેલા સમાચાર અનુસાર એક ખાનગી કોલેજના શિક્ષકે પોતાનું નામ ગુપ્ત રાખવાની શરતે જણાવ્યુ કે જે રાતે વિવેક તિવારીની હત્યા થઈ તે રાતે બંને પોલિસ કોન્સ્ટેબલોએ તેમને ધમકી આપીને 3000 હજાર રૂપિયા પડાવ્યા હતા. શિક્ષકે જણાવ્યુ કે તે પોતાના દોસ્તો સાથે એક બર્થડે પાર્ટીમાંથી પાછા આવી રહ્યા હતા. પાછા આવતી વખતે એક પાનની દુકાનમાંથી સિગારેટ લીધી. તેની થોડી વાર પછી બંને પોલિસો ત્યાં આવી ગયા અને ધમકાવીને અમારી પાસેથી 3000 રૂપિયા પડાવી લીધા.

આ પણ વાંચોઃ SC/ST એક્ટમાં ફેરફાર અંગે કેન્દ્ર સરકારે બધા રાજ્યોને મોકલ્યુ એલર્ટઆ પણ વાંચોઃ SC/ST એક્ટમાં ફેરફાર અંગે કેન્દ્ર સરકારે બધા રાજ્યોને મોકલ્યુ એલર્ટ

આ કારણે વિવેકે જીવ ગુમાવ્યો?

આ કારણે વિવેકે જીવ ગુમાવ્યો?

શિક્ષકે જણાવ્યુ કે તેમને શંકા ગઈ કે પાનવાળાએ જ ફોન કરીને પોલિસને સૂચના આપી હતી. શિક્ષકે જણાવ્યુ કે બની શકે કે એ પાનવાળો જ શિકાર શોધીને પોલિસોને સૂચના આપતો હોય. શિક્ષકના નિવેદનથી હવે આ કેસમાં એક નવો વળાંક આવી ગયો છે. શંકા જતાવવામાં આવી રહી છે કે વિવેક તિવારીની હત્યા આ ગેરકાયદેસર વસૂલીના કારણે તો નથી થઈને.

જેલમાં મોકલી દેવાયા છે બંને આરોપી

જેલમાં મોકલી દેવાયા છે બંને આરોપી

તમને જણાવી દઈએ કે યુપી પોલિસમાં પોલિસ કોન્સ્ટેબલના પદ પર તૈનાત પ્રશાંત ચૌધરીએ ગયા શુક્રવારની રાતે લખનઉના ગોમતીનગર વિસ્તારમાં એપ્પલના એરિયા સેલ્સ મેનેજર વિવેક તિવારીને ગોળી મારી દીધી હતી. ઘટના સમયે એક બીજો કોન્સ્ટેબલ સંદીપ કુમાર પણ પ્રશાંત સાથે હાજર હતો. બંને કોન્સ્ટેબલ સામે કેસ ફાઈલ કરીને જેલમાં મોકલી દેવાયા છે. કેસની તપાસ માટે એસઆઈટીની રચના કરવામાં આવી છે.

આ પણ વાંચોઃ મોડી રાતે દિલ્હીમાં પ્રવેશ કરી ખેડૂતોએ આંદોલન સમાપ્ત કર્યુ, કહ્યુ ‘સરકાર વિફળ અમારી જીત'આ પણ વાંચોઃ મોડી રાતે દિલ્હીમાં પ્રવેશ કરી ખેડૂતોએ આંદોલન સમાપ્ત કર્યુ, કહ્યુ ‘સરકાર વિફળ અમારી જીત'

English summary
Vivek Tiwari Murder Case: Teacher Reveals Big Disclosure About Accused Policemen.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X