તો વીકે સિંહ બનશે દેશના આગામી રક્ષા મંત્રી!

By Kumar Dushyant
Google Oneindia Gujarati News

બેંગ્લોર, 7 એપ્રિલ: ગત એક અઠવાડિયાથી માઇક્રો બ્લોલિંગ સાઇટ ટ્વિટર અને સોશિયલ નેટવર્કિંગ સાઇટ ફેસબુક પર એક વિચિત્ર ચર્ચ ચાલી રહી છે. લોકો એ વાતનું અનુમાન લગાવી રહ્યાં છે કે જો કેન્દ્રમાં ભાજપના નેતૃત્વવાળી એનડીએ સરકાર આવે છે તો એ વાતની પુરી સંભાવના છે કે પૂર્વ સેના પ્રમુખ નિવૃત જનરલ વીકે સિંહને દેશના આગામી રક્ષા મંત્રી બનાવવામાં આવી શકે છે.

કેમ વીકે સિંહ બનશે રક્ષા મંત્રી
પૂર્વ સેના પ્રમુખ જનરલ વીકે સિંહને એક એવા પ્રમુખ તરીકે ઓળખવામાં આવે છે જે મોટાભાગે યુપીએ સરકારના નિશાના પર રહ્યાં છે. ભલે તે તેમની ઉંમર સાથે જોડાયેલો મુદ્દો હોય કે પછી માર્ચ 2012માં દેશની રક્ષા તૈયારીઓ પર તેમની લખેલી ચિઠ્ઠી લીક હોવાનો હોય કે પછી આ વર્ષે તખ્તાપલટના સમાચારોમાં આવવાનો મુદ્દો હોય, જનરલ વીકે સિંહ મોટાભાગે યુપીએ સરકારના રડાર પર રહ્યાં.

07-vksingh-60

તેમને સીધેસીધું વડાપ્રધાન અથવા તેમની સરકારને કશું કહ્યું નહી પરંતુ આડકતરી રીતે તે સરકાર પર નિશાન સાધાતા રહ્યાં. ટ્વિટર પર અને ફેસબુક પર યૂજર્સનું માની તો હવે દેશને એક એવા રક્ષા મંત્રી મળવા જોઇએ જે ફૌજની સાથે કામ કરી ચૂક્યા હોય અને ફૌજની સંસ્કૃતિને સારી રીતે જાણતા હોય. એવામાં રિટાયર્ડ જનરલ વીકે સિંહથી સારું કોઇ હોય ન શકે આનાથી સારો બીજો વિકલ્પ કદાચ એનડીએ પાસે હશે નહી. આટલું જ નહી લોકોએ દાવો કર્યો છે કે વીકે સિંહ ગત બીજા રક્ષા મંત્રીઓના મુકાબલે સારા સાબિત થશે. તેમની પાસે દુશ્મનોનો સામનો કરવા માટે એક કારગર નીતિ હશે.

વર્તમાન રક્ષા મંત્રી એંટોની જનતાના વિશ્વાસ પર ખરા ઉતરી શક્યા નથી અને વિશેષજ્ઞ માને છે કે હાલ દેશને એક મજબૂત ઇરાદાવાળા રક્ષા મંત્રીની જરૂરિયાત છે. તે પણ એ વાતની મનાઇ કરતા નથી કે જો ગાજિયાબાદ સીટથી ચૂંટણી લડી રહેલા વીકે સિંહ ચૂંટણીને જીતીને સંસદ સુધી પહોંચે છે તો એનડીએ પણ તેમના અનુભવને જોતાં તેમને રક્ષા મંત્રાલયનો જવાબદારી સોંપી શકે છે. જો આમ બને છે તો પછી કદાચ દેશના રક્ષા વિસ્તારમાં બની શકે કે આગામી દિવસોમાં કેટલાક મોટા પરિવર્તનો જોવાની તક મળી શકે.

English summary
Huge support for retired army chief VK Singh as country's next defence minister on Twitter and Facebook.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X