For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રાજકીય દળોને ઝટકો, 'રાઇટ ટૂ રિઝેક્ટ'ને સુપ્રીમ કોર્ટની મહોર

|
Google Oneindia Gujarati News

voting
નવી દિલ્હી, 27 સપ્ટેમ્પર : આજે દેશની સર્વોચ્ચ અદાલતે ચૂંટણીને લગતો મહત્વનો ચૂકાદો આપીને દેશના રાજકીય દળોને અને દાગી નેતાઓને જોરદાર ઝટકો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે આજે રાઇટ ટૂ રિઝેક્ટ કાયદાને મંજૂરી આપી દીધી છે. જે અંતર્ગત હવે ઇવીએમ મશીનમાં 'કોઇ નહીં'નો પણ વિકલ્પ રાખવામાં આવશે.

આગામી લોકસભાની ચૂંટણી પહેલા સુપ્રીમ કોર્ટે આ ઐતિહાસિક નિર્ણયમાં ચૂંટણી પંચને આદેશ કર્યો છે કે તે ઇવીએમમાં 'કોઇ નહીં'નું મશીન પણ લગાવે. સામાન્ય ચૂંટણી પહેલા કોર્ટે મતદાતાઓને મહત્વનો અધિકારની ભેંટ આપી છે.

સુપ્રીમ કોર્ટે આ નિર્ણય આપીને રાજકીય દળોને મોટો ઝટકો આપ્યો છે, આના થકી તેમના મતોની સંખ્યા ઘટી શકે છે. કોર્ટે ઇવીએમમાં 'કોઇ નહીં'નો પણ વિકલ્પ રાખવાનો આદેશ આપ્યો છે. 'રાઇટ ટૂ રિઝેક્ટ'ના અંતર્ગત મતદારો હવે પોતાના વિસ્તારમાંથી ઉભેલા ઉમેદવારોને રિઝેક્ટ કરી શકશે.

જોકે સુપ્રીમ કોર્ટના આ નિર્દેશ છતાં તમામ રાજનૈતિક પાર્ટીઓ એક થઇને આ નિર્ણયમાં અડચણ ઉભી કરી શકે છે. જોકે હજી એ સ્પષ્ટ નથી થઇ શક્યું કે કોર્ટે આ નિર્ણયમાં કોઇ સમય મર્યાદા નક્કી કરી છે કે નહીં. સુપ્રીમ કોર્ટના આ નિર્ણને વટહુકમ લાવીને રદ કરી શકાય છે.

આમ આદમી પાર્ટીએ કર્યું નિર્ણયનું સ્વાગત

આમ આદમી પાર્ટીના નેતા કુમાર વિશ્વાસે આ અંગે જણાવ્યું હતું કે 'આ સુપ્રીમ કોર્ટના આ આદેશથી હું ખુશ છું. રાઇટ ટૂ રિઝેક્ટનો આ એક્ટ આવ્યો તે મતદાતાઓ માટે સૌથી મોટું હથિયાર છે. અણ્ણા હઝારેએ કહ્યું હતું કે તેમની આગામી લડત રાઇટ ટૂ રિઝેક્ટ અને રાઇટ ટૂ રિકૉલ માટેની રહેશે. અમારી પાર્ટી પણ બહુ પહેલાથી આ કાયદાનો અમલ લાવવાની હિમાયત કરતી આવી છે. હવે મતદાતાઓ એક પાર્ટીમાંથી બીજી પાર્ટીમાં છલાંગ લગાવનારાઓ અને દાગી નેતાઓને રિઝેક્ટ કરી શકશે.'

English summary
In a significant verdict, the Supreme Court Friday said that for a vibrant democracy the voter has the right to negative voting by rejecting all the candidates in fray by exercising the option of None of the Above (NOTA) in EVMs and ballot papers.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X