યુપી વિધાનસભા ચૂંટણીઃ મહિલા દિવસ નિમિત્તે ગુલાબી મતદાન કેન્દ્ર
આઠ વિધાનસભા ક્ષેત્રોમાં મતદાનની પ્રક્રિયા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ના રંગોમાં રંગાઇ ગઇ છે. મહિલાઓમાં મતદાન પ્રત્યે જાગૃતિ લાવવા માટે જિલ્લા ચૂંટણી ટીમે મહિલા મતદારો માટે એક ખાસ બૂથ બનાવ્યું છે. જેને ગુલાબી રંગની થિમ સાથે તૈયાર કરવામાં આવ્યું છે. આ આદર્શ મતદાન કેન્દ્ર પર ખાસ ગુલાબી રંગનું ટેન્ટ, સેલ્ફી પોઇન્ટ બનાવવામાં આવ્યું છે. આ સેલ્ફી પોઇન્ટ ખાસ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.
કાશીની શાન અને આંતરરાષ્ટ્રીય મહિલા એથલિટ અને સ્વચ્છ કાશી અભિયાનની બ્રાન્ડ એમ્બેસેડર નીલૂ મિશ્રાએ આ આદર્શ કેન્દ્ર દત્તક લઇ જિલ્લા ચૂંટણી ટીમ સાથે મળીને આ થિમ તૈયાર કરી હતી. નીલૂ મિશ્રા સવારથી મહિલાઓને સમર્પિત આ આદર્શ મતદાન કેન્દ્ર પર હાજર છે. નીલૂ મિશ્રાએ આ અંગે જણાવ્યું કે, આજે મહિલાઓએ પોતના મતદાનના અધિકારનો ખાસ ઉપયોગ કરવો જોઇએ, જેથી લોકતંત્રમાં મહિલાઓને પણ પુરૂષો જેટલો જ સમાન અધિકાર પ્રાપ્ત થાય.
આ મતદાન કેન્દ્ર પર મતદાન કરવા આવેલી મહિલાઓને આ કેન્દ્ર ખૂબ પસંદ પડી રહ્યું છે. મહિલા દિવસના પ્રસંગે મહિલા શક્તિ અને મહિલાઓના અધિકારીઓની મળી રહેલી જાણકારી મેળવવા માટે મહિલાઓ અને યુવતીઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.
અહીં વાંચો - મહિલા દિવસ પર પીએમ મોદી સંબોધશે નારી શક્તિને