• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

હેલીકોપ્ટર ડીલઃ પીએમ દરેક મુદ્દે ચર્ચા કરવા તૈયાર

By Super
|

નવી દિલ્હી, 18 ફેબ્રુઆરીઃ વીવીઆઇપી હેલીકોપ્ટર ડીલ પર પ્રધાનમંત્રી મનમોહન સિંહે પહેલું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે તેમની પાસે છૂપાવવા માટે કઇં જ નથી. તેમણે કહ્યું કે, સંસદમાં દરેક મુદ્દે ચર્ચા માટે સરકાર તૈયાર છે.

ભારતે અતિ વિશિષ્ટ વ્યક્તિઓની યાત્રા સેવા માટે હેલિકોપ્ટર હાંસલ કરવાના સોદામાં ઇટલી સરકારના નિયંત્રણવાળી વૈમાનિકી કંપનીના મુખિયા મિલાનમા ધરપકડ સાથે થોડા દિવસ પહેલા એક મોટા ગોટાળાનો ખુલાસો કર્યો હતો.

ઇટલી પોલીસે કંપની પ્રમુખને આ સંદેહમાં ધરપકડ કરી છે તેમણે ભારત પાસેથી 3600 કરોડ રૂપિયાના હેલિકોપ્ટર સોદા હાંસલ કરવા માટે અંદાજે 362 કરોડ રૂપિલાની લાંચ આપવામાં આવી. આ મામલે સીબીઆઇની ટીમ મંગળવારે ઇઠલી પહોંચશે.

હેલિકોપ્ટર ઘોટાળામાં ભારતને આજે ઝટકો લાગ્યો છે. ઇટલીની એક કોર્ટે કેસ સાથે જોડાયેલી માહિતી અને દસ્તાવેજ ભારતને આપવાનો ઇનકાર કરી દીધો. જોકે જજે જણાવ્યું કે તપાસ હજી શરૂઆતી ચરણમાં હોવાથી આ મામલા અંગેના દસ્તાવેજ માત્ર આરોપીઓ અને તેમના વકીલોને જ સોંપી શકાશે. જોકે ભારતની માંગ ઉપર પણ વિચાર કરવામાં આવશે તેવું તેમણે ઉમેર્યું હતું.

English summary
Speaking out for the first time on the controversial VVIP helicopter deal, Prime Minister Manmohan Singh on Monday said that the government had nothing to hide on the issue.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X