આર્યનનું અપહરણ કરી વાનખેડે-કંબોજે માંગી ફિરૌતીઃ મલિકનો દાવો
મહારાષ્ટ્રના મંત્રી અને એનસીપી નેતા નવાબ મલિકે ફરી એકવાર પ્રેસ કોન્ફ્રેન્સ કરી એનસીબી ઑફિસર સમીર વાનખેડે પર પ્રહાર કર્યો. નવાબ મલિકે આર્યન ખાન, ક્રૂઝ ડ્રગ્સ અને સમીર વાનખેડેને લઈ કેટલાય દાવા કર્યા. તેમણે આરોપ લગાવ્યો કે મહારાષ્ટ્રમાં સમીર વાનખેડે પોતાની પ્રાઈવેટ ટીમ દ્વારા ફેક રેડ કરી રહ્યા છે અને જબરદસ્તી પૈસા વસૂલી રહ્યા છે. આર્યન ખાનનું અપહરણ થયું અને ફિરૌતી માંગવામાં આવી. નવાબ મલિકે સંવાદદાતાઓ સાથે વાત કરતાની પહેલાં ટ્વિટર પર મોટો બોમ્બ ફોડતાં સૈનવિલ સ્ટેનલી ડિસૂજા અને એનસીબી અધિકારી વચ્ચે થયેલ વાતચીતનો ઑડિયો જાહેર કર્યો છે.
નવાબ મલિકે આરોપ લગાવ્યો કે મોહિત કંબોજ પર 1100 કરોડના બેંક ફ્રોડનો આરોપ હતો. કંબોજ પહેલાં કોંગ્રેસ નેતાઓની પાછળ- પાછળ ફરતો રહેતો પરંતુ બાદમાં સરકાર બદલ્યા બાદ તે ભાજપનો નજીકનો બની ગયો. જણાવી દઈએ કે શનિવારે ભાજપી નેતા મોહિત કંબોજે આરોપ લગાવ્યો કે બૉલીવુડ એક્ટર શાહરુખ ખાના દીકરા આર્યન સાથે જોડાયેલ કેસની આજુબાજૂમાં ફેક કહાની બનાવવામાં આવી રહી છે. કંબોજે સૂચવ્યું કે મહારાષ્ટ્રના કેટલાક મંત્રીઓ શાહરૂખ ખાન પાસેથી પૈસા પડાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.
જ્યારે પ્રેસ કોન્ફ્રેન્સમાં નવાબ મલિકે દાવો કર્યો કે કોર્ટની સુનાવણીમાં આર્યન ખાન ખુદ ટિકિટ લઈને ક્રૂઝ પર ના ગયો હોવાની વાત સામે આવી છે, તેને આમિર ફર્નીચરવાલા અને પ્રતીક ગાબા આ પાર્ટીમાં લઈ ગયા હતા. આ સમગ્ર મામલો અપહરણ અને ફિરૌતીનો છે. મોહિત કંબોજના સાળા દ્વારા ઝાળ પાથરવામાં આવી. ત્યાં આર્યન ખાનને પહોંચાડવામાં આવ્યો અને કિડનેપ કરી 25 કરોડ રૂપિયાની ફિરૌતીનો ખેલ શરૂ થયો. ડીલ 18 કરોડ રૂપિયામાં થઈ અને 50 લાખ રૂપિયા ઉઠાવી ગયા. પરંતુ એક સેલ્ફીએ આખો ખેલ બગાડી નાખ્યો.
મોહિત કંબોજ છે અપહરણનો માસ્ટરમાઈન્ડ
નવાબ મલિકે કહ્યું કે, 'અપહરણનો માસ્ટરમાઈન્ડ મોહિત કંબોજ છે, તે એનસીબી અધિકારી સમીર વાનખેડેનો સંબંધી છે અને તેઓ 7 ઓક્ટોબરની રાતે એક કબ્રસ્તાનમાં મળ્યા હતા.' નવાબ મલિકે ઓક્ટોબરમાં નશીલી દવાઓના ભાંડાફોડ બાદ પોતાની પ્રેસ કોન્ફ્રેન્સનો પણ હવાલો આપ્યો, જેમાં તેમણે આરોપ લગાવ્યો હતો કે ઋષભ સચદેવા, પ્રતીક ગાબા અને આમિર ફર્નીચરવાલાને મુંબઈ ક્રૂઝ પાર્ટીમાં કસ્ટડીમાં લીધા બાદ છોડી મૂકવામાં આવ્યા હતા. રાકાંપા નેતાએ કહ્યું કે ઋષભ સચદેવા મોહિત કંબોજનો બનેવી છે.