બોકારો, 23 એપ્રિલ : ઉશ્કેરણીજનક ભાષણ આપવાના કેસમાં બોકારોની એક કોર્ટે આજે ભાજપના નેતા ગિરિરાજ સિંહ સામે બિન જામીનપાત્ર વોરંટ જાહેર કર્યું છે.
સબ ડિવિઝનલ જ્યૂ઼ડિશયલ મેજિસ્ટ્રેટ અમિત શેખરે આ વોરંટ જાહેર કર્યું છે. આ વોરંટ ગિરિરાજ સિંહની હેટ સ્પીચ માટે જારી કરવામાં આવ્યું છે. તાજતરમાં ગિરિરાજ સિંહે બોકારોમાં એક ચૂંટણી સભાને સંબોધતા દરમિયાન કહ્યું હતું કે ચૂંટણી પૂરી થયા પછી મોદીના વિરોધીઓને પાકિસ્તાન મોકલી દેવા જોઇએ.
ચૂંટણી પંચે અગાઉ બિહારમાં તેમના ભાષણ પર પ્રતિબંધ ફરમાવી દીધો છે. તેમની વિરુદ્ધ બોકારો પોલીસ સ્ટેશન, હારલા પોલીસ સ્ટેશન અને દેવગઢ એમ ત્રણ જગ્યાએ ફરિયાદ નોંધાઈ છે.
તેમની સામે આઇપીસીની કલમ 153 (એ), 295 (એ) અને 298 હેઠળ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.