For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

‘ફાની' તોફાનમાં ઉડી ગઈ AIIMS હોસ્ટેલની છત, Video જોઈને ચોંકી જશો તમે

એક વીડિયો હાલમાં સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે જેને જોઈને તમે ફાની તોફાનની તાકાતનો અંદાજો લગાવી શકો છો.

|
Google Oneindia Gujarati News

શુક્રવારે સવારે લગભગ 9 વાગ્યાથી ઓડિશાના સમુદ્ર કિનારે 'ફાની' તોફાન 245 કિમી પ્રતિ કલાકની ઝડપે ટકરાયુ છે, આ દરમિયાન દરિયાકિનારા પાસે વૃક્ષ, ઝૂંપડી અને કાચા મકાન બધુ ઉડી ગયુ છે, ઓડિશા પાસેથી સતત ઘણા એવા ફોટા અને વીડિયો સામે આવી રહ્યા છે કે જે ઘણા ડરામણા છે. આવો જ એક વીડિયો હાલમાં સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે જેને જોઈને તમે તોફાનની તાકાતનો અંદાજો લગાવી શકો છો.

આ પણ વાંચોઃ Cyclone Fani: પીએમ મોદીએ કહ્યુ, 'ફાની' પ્રભાવિત રાજ્યોને આપવામાં આવી હજાર કરોડની મદદઆ પણ વાંચોઃ Cyclone Fani: પીએમ મોદીએ કહ્યુ, 'ફાની' પ્રભાવિત રાજ્યોને આપવામાં આવી હજાર કરોડની મદદ

‘ફાની' તોફાનમાં ઉડી ગઈ AIIMS હોસ્ટેલની છત

આ વીડિયોને PIB ચીફ શિતાંશુ કરે શેર કર્યો છે, વીડિયોમાં સ્પષ્ટ જોવા મળી રહ્યુ છે કે ઝડપી પવનના દબાણને એઈમ્સ ભુવનેશ્વર હોસ્ટેલની છત સહન કરી શકી નહિ અને તેના પર લગાવવામાં આવેલો શેડ ઉડી ગયો. તમને જણાવી દઈએ કે ‘ફાની'એ શુક્રવારે લગભગ સવાલે 9 વાગે ઓડિશા કિનારે દસ્તક દીધી હતી. જે સમયે તોફાને ઓડિશાના કિનારાને સ્પર્શ કર્યો તે સમયે પવનની ઝડપ 200 કિમી પ્રતિ કલાક હતી. વાવાઝોડા ‘ફાની'ના કારણે ઓડિશામાં આગલા બે દિવસ રેલ અને વિમાન સેવાઓ સંપૂર્ણપણે બંધ રહેશે એટલા માટે કોલકત્તા-ચેન્નઈ રોડ પર 220થી વધુ ટ્રેનો શનિવાર સુધી રદ કરી દેવામાં આવી છે.

આજે ‘ફાની' તોફાન પશ્ચિમ બંગાળમાં દસ્તક આપશે

હવામાન વિભાગ મુજબ આંધ્રપ્રદેશથી જોખમ ટળી ચૂક્યુ છે. પરંતુ દરિયાકિનારાના વિસ્તારોમાં ભારે વરસાદ થશે. આ સાથે જ હવે તોફાનની દિશા પશ્ચિમ બંગાળ તરફ છે. હવામાન વિભાગ મુજબ મોડી સાંજ સુધીમાં ‘ફાની' તોફાન પશ્ચિમ બંગાળમાં દસ્તક આપશે અને રાજ્યના દરિયાકિનારા વિસ્તારોમાં સાંજથી કાલે સવાર સુધી ભારે વરસાદ થશે. આ સાથે ચાર મે સુધીમાં તોફાન બાંગ્લાદેશમાં પ્રવેશ કરશે અને પાંચ મે સુધી સ્થિતિ સામાન્ય થવાના અણસાર છે.

ઉત્તર પ્રદેશમાં 5 લોકોના મોત

ચક્રવાત ‘ફાની'ની અસર ઉત્તરપ્રદેશ, રાજસ્થાન અમે ઉત્તરાખંડમાં પણ દેખાવા લાગી છે. યુપીના ચંદૌલી જિલ્લામાં વાવાઝોડા-પાણીથી 4 લોકોના મોત અને સોનભદ્ર જિલ્લામાં વિજળીની છપટમાં આવવાથી એક કિશોરનું મોત નીપજ્યુ છે. વળી, ઉત્તરાખંડમાં પણ ઝડપી પવન ફૂંકાઈ રહ્યો છે. હવામાન વિભાગે વરસાદની શંકા વ્યક્ત કરી છે.

ભુવનેશ્વર એરપોર્ટ 24 કલાક માટે બંધ

ઓડિશાના ભુવનેશ્વર એરપોર્ટને અડધી રાતે અને પશ્ચિમ બંગાળના કોલકત્તા એરપોર્ટને રાતે સાડા નવ વાગ્યાથી બંધ કરી દેવામાં આવ્યુ, ભુવનેશ્વર એરપોર્ટ 24 કલાક માટે બંધ છે જ્યારે કોલકત્તા એરપોર્ટ શુક્રવારે સાંજે 6 વાગ્યા સુધી બંધ રહેશે. આ તરફ વાયુસેના, આર્મી અને એનડીઆરએફની ટીમો એલર્ટ પર છે.

English summary
Press Information Bureau (PIB) chief Sitanshu Kar posted a video of the roof AIIMS undergraduate hostel's roof being blown away the storm.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X