• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Video: દિલ્હીના ઝૂમાં વાઘે યુવકને બનાવ્યો શિકાર

|

નવી દિલ્હી, 23 સપ્ટેમ્બરઃ દિલ્હીના ઝૂમાં એક હૃદય થંભાવી દે તેવી ઘટના બની છે. અહીં એક વાઘે એક યુવકને મારી નાંખ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર આ ઘટના બપોરે એક વાગ્યાની આસપાસ બની છે. પ્રવાસી ઝૂ જોવા માટે આવ્યા હતા. એ દરમિયાન 12માં ધોરણમાં અભ્યાસ કરતો વિદ્યાર્થી ચેતાવણી બોર્ડને નજરઅંદાજ કરીને ડેન્જર ઝોનમાં જતો રહ્યો હતો. સૂત્રોએ જણાવ્યા પ્રમાણે યુવક વાડ સંખ્યા 8માં જતો રહ્યો.

વાડમાં હાજર સફેદ વાઘે યુવક પણ હુમલો કર્યો અને તેના ટૂકડા કરી નાંખ્યા. પ્રત્યક્ષદર્શીઓની વાત માનીએ તો યુવક લપસી પડ્યો હતો અને વાઘની વાડમાં જતો રહ્યો હતો. યુવક અમુક સમય સુધી ડરેલી હાલતમાં વાઘની સામે બેઠો હતો. પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું કે લોકોએ પથ્થર મારીને વાઘને ભગાડવાના પ્રયાસો કર્યા પરંતુ ત્યાં સુધીમાં વાઘ યુવકને પોતાના મોઢામાં મુકીને જતો રહ્યો અને અમુક અંતરે જઇ તેના ટૂકડા કરી નાંખ્યા. યુવકના પરિજનોએ ઝૂ વિભાગ પર ગંભીર આરોપ લગાવતા કહ્યું છેકે, વિભાગે આ પ્રકારની ઘટનાથી બચવા માટે કોઇ ઉપાય કર્યા નહોતા.

તેમણે જણાવ્યા અનુસાર ઝૂ વિભાગે આ પ્રકારની ઘટનાથી બચવા માટે ઉપાય કર્યા હોત તો યુવકની જાન બચી શકી હોત. બીજી તરફ ઝૂ વિભાગે કહ્યું કે વાડ સંખ્યા 8ની સામે ચેતાવણી બોર્ડ લગાવવામાં આવ્યું છેકે આ ભાગમાં ન જવું, પરંતુ યુવકે ત્યાં લખેલા સંદેશને નજર અંદાજ કર્યો અને એ ભાગમાં પ્રવેશ કર્યાં જ્યાં જવું જોઇતું નહોતું. મૃતકનું નામ હિમાંશુ જણાવવામાં આવી રહ્યું છે.

<center><iframe width="100%" height="450" src="//www.youtube.com/embed/yzmUGaYcpeo" frameborder="0" allowfullscreen></iframe></center>

English summary
In a gruesome incident, a white tiger killed a class 12 student inside the Delhi Zoo on Tuesday. This terrible incident took place around 1:00 PM.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X