• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

જળ સંકટ: જાણો કયા-કયા રાજ્યો ખતરાના નિશાન પર છે

|

જ્યારે ઉત્તરપ્રદેશ, દિલ્હી, મધ્યપ્રદેશ, રાજસ્થાન સહિતના અનેક રાજ્યોમાં સુરજ આગ ઓકી રહ્યો હતો ત્યારે ચેન્નઈમાં ટેન્કરો દ્વારા પાણી પહોંચાડવામાં આવી રહ્યા હતા. આવું ચિત્ર અન્ય રાજ્યોમાં પણ જોવા મળી શકે છે. કહેવાય છે કે, જે દિવસે નળમાં પાણીનું એક ટીંપું પણ ન આવ્યુ હોય તે 'ડે ઝીરો' હશે. આવી પરિસ્થિતિ વિશ્વના અનેક પ્રમુખ રાજ્યો અને શહેરોમાં ઉભી થઈ રહી છે. હાલ ભારતના ચેન્નઈથી લઈ કેપ ટાઉન અને સાઉથ પોલો સુધી આ સ્થિતિ જોવા મળી છે. આ શહેર તો માત્ર એક ઉદાહરણ છે. આવનારા સમયમાં આ જળ સંકટ જે તે શહેરના લોકો, ત્યાંની આજીવિકા અને વ્યવસાયને ખતમ કરી નાખશે.

એક્વીડક્ટ વોટર રિસ્ક એટલાસ રિપોર્ટ

એક્વીડક્ટ વોટર રિસ્ક એટલાસ રિપોર્ટ

અમે તમને જણાવિશું એક્વીડક્ટ વોટર રિસ્ક એટલાસના તાજા રિપોર્ટ વિશે. જે મુજબ દુનિયાના 17 દેશો પર જળ સંકટનો ખતરો ઝળુંબી રહ્યો છે. રિપોર્ટ અનુસાર આ સંકટ અતિ ગંભીર સંકટ મનાઈ રહ્યુ છે. દુનિયાના 198 દેશો, તેમના રાજ્ય અને તેમના ગામોમાં જળ સંકટ, અકાળ અને પૂરના જોખમને આધારે તેમને ક્રમ આપવામાં આવ્યો છે. દુનિયાના લોકો આ એટલસને સરળતાથી સમજી શકે તે માટે એક્વીડક્ટે આ રિપોર્ટને સરળ રીતે પ્રસ્તુત કર્યો છે. એક્વીડક્ટના અપડેટેડ હાઈડ્રોલોજીકલ મૉડલમાં જળ સંકટનું અગાઉ ક્યારેય ન આપ્યુ હોય તેવું સ્પષ્ટ ચિત્ર દર્શાવાયુ છે. એક્વીડક્ટ વોટર રિસ્ક એટલાસ રિપોર્ટના કેટલાક મહત્વના અંશો અહીં અમે તમારી સામે મુક્યા છે.

ભારતમાં જળ સંકટ

ભારતમાં જળ સંકટ

જળ સંકટ મામલે ભારતનો ક્રમ 13મો છે. જ્યારે ભારતની આબાદી પાણીના 'અતિ ગંભીર' સંકટ વાળા 16 દેશોની આબાદીથી 3ગણી વધારે છે. ત્યાં જ પાડોશી દેશ ચીન આ મામલે ઘણો સુરક્ષિત અને 56માં ક્રમે છે. જે સ્પષ્ટ છે કે, પાણીને સંરક્ષિત કરવાના પ્રયત્નોમાં ચીન ભારત કરતા વધુ સક્રિય છે, જેથી તેણે જળ સંકટથી પોતાને સુરક્ષિત બનાવી દીધુ છે.

ભારતના આ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો ખતરાના નિશાન પર

ભારતના આ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો ખતરાના નિશાન પર

1-ચંડીગઢ

2-હરિયાણા

3-રાજસ્થાન

4-ઉત્તર પ્રદેશ

5-પંજાબ

6-ગુજરાત

7-ઉત્તરાખંડ

8-મધ્યપ્રદેશ

9-જમ્મુ અને કાશ્મીર

10-પોંડીચેરી(ગંભીર સ્થિતિ છે)

હવે વાત અન્ય દેશોની

હવે વાત અન્ય દેશોની

બેલ્જિયમનો ક્રમ હાઈ કેટેગરીમાં 23મો છે. વાસ્તવમાં યુરોપના અનેક રાષ્ટ્ર જે ટુરિસ્ટના હાઈ સ્પોટ છે. ત્યાં જળ સંકટની સ્થિતિ ગંભીર બનતી જઈ રહી છે. તેમાં દક્ષિણના ઈટલી, સાર્દિનિયા અને સિસિલી, દક્ષિણ અને પશ્ચિમ સ્પેન, ભૂમધ્ય સમુદ્ર કિનારે વસેલ તુર્કી પ્રમુખ છે. ખાસકરીને ગરમીના મહિનાઓમાં ટુરિઝમને કારણે પાણીની માંગ વધી જાય છે. હોટેલ્સ, સ્વિમિંગ પુલ અને ગોલ્ફ કોર્સિસમાં પાણીનો સૌથી વધુ ઉપયોગ થાય છે. ત્યાં જ સ્પેન 28માં, તુર્કી 32માં અને ઈટલી 44માં સ્થાને છે. આ પણ જળ સંકટના 'અતિ ગંભીર' રાષ્ટ્રોની શ્રેણીમાં આવે છે. મધ્યમ શ્રેણીમાં આવનારા દેશોની વાત કરીએ તો દ.આફ્રિકા 48માં ક્રમે આવે છે. ત્યાં જ ઓસ્ટ્રેલિયા 50માં, ફાન્સ 59માં અને ઈન્ડોનેશિયા 65માં ક્રમે આવે છે. યુનાઈટેડ સ્ટેટ્સ લો-મિડિયમ શ્રેણીમાં આવે છે અને તેનો ક્રમ 74મો છે.

ડિમાન્ડ વધુ સપ્લાઈ ઓછો

ડિમાન્ડ વધુ સપ્લાઈ ઓછો

વિશ્વના જે 17 દેશો પાણીના 'અતિ ગંભીર' સંકટનો સામનો કરી રહ્યા છે. ત્યાં જમીનની ઉપરના પાણી અને ભૂજળનો 80ટકા ઉપયોગ કૃષિ, ઉદ્યોગ અને મ્યુનિસિપાલ્ટી તરફથી પીવાના પાણીની સપ્લાઈમાં કરવામાં આવે છે. જ્યારે સપ્લાયની માંગ વધતી જઈ રહી છે તો નાના-નાના જળકૂંપો સુકાતા જઈ રહ્યા છે. જળ પરિવર્તનને કારણે તેની સંખ્યામાં વધારો થવાની શક્યતા છે.

શું કહેવું છે એક્સપર્ટનું

શું કહેવું છે એક્સપર્ટનું

વોટર રિસોર્સ ઈન્સ્ટીટ્યુટના સીઈઓ અને પ્રેસિડેન્ટ ડૉ. એન્ડ્રુ સ્ટીરનું કહેવું છે કે, પાણીની અછત સૌથી મોટુ સંકટ છે. જો કે કોઈ આ વિષય પર ચર્ચા કરવા માંગતુ નથી. જેના પરિણામ ખાદ્ય અસુરક્ષા, સંઘર્ષ અને સ્થાનાંતરણ, આર્થિક અસ્થિરતા તરીકે આપણી નજરની સામે છે. આ નવો એક્વીડક્ટ આપણને અલગ-અલગ દેશમાં જળ સંકટની સ્થિતિથી અવગત કરાવે છે તો તે પોતાના પ્રમાણે યોજનાઓ પણ જણાવે છે, જો કે આ યોજનાની વિફળતા ઘણી મોંધી સાબિત થઈ શકે છે.

આ મામલે ભારતના જળ સંસાધન મંત્રાલયના પૂર્વ સચિવ અને ડબલ્યુ આર આઈ, ભારતના વરિષ્ઠ સભ્ય શશિ શેખર કહે છે કે, હાલમાં ચેન્નઈમાં આવેલ જળસંકટે વિશ્વનું ધ્યાન પોતાના તરફે ખેંચ્યુ, પણ ભારતમાં એવા અનેક વિસ્તારો છે જે પાણીની કટોકટીનો સામનો કરી રહ્યા છે. ભારત જળ સંકટ માટે વરસાદના પાણી, જમીન ઉપરના પાણી અને ભૂજળના વિશ્વસનિય ડાટા દ્વારા યોગ્ય નીતિ બનાવી સ્થિતિને નિયંત્રિત કરી શકે છે.

English summary
Water Crisis: Know which states are at risk
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X