For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પાણીથી ઉપરાયું ભાખરા ડેમ, પંજાબ સરકારને પૂરનું એલર્ટ જારી

|
Google Oneindia Gujarati News

bhakhra dam
ચંદીગઢ, 11 જુલાઇ : પંજાબમાં ભાખરા ડેમમાં પાણીનું સ્તર એટલું વધ્યું છે કે પાછલા 40 વર્ષનો રેકોર્ડ તૂટી ગયો છે. આ સમયે ડેમ પાણીથી ઉભરાઇ રહ્યું છે. હાલમાં જળસ્તર 1629.87 ફૂટ પર પહોંચી ગયું છે. જે અત્યાર સુધીનું સૌથી વધારે જળસ્તર છે.

ભાખરા બ્યાસ મેનેજમેન્ટ બોર્ડે પંજાબ સરકારને આ બાબત એલર્ટ કરી દેવામાં આવી છે. વરસાદ વધુ હોવાના કારણે ગમેત્યારે ફ્લડ ગેટ ખોલી દેવામાં આવી શકે છે અને પાણી છોડવામાં આવી શકે છે. એટલે કે પંજાબના શહેરો પર પૂરનો ભય વર્તાઇ રહ્યો છે. આનાથી દસથી વધારે જિલ્લાઓ પ્રભાવીત થઇ શકે છે. સરકારને આનાથી મોટું નુકસાન થવાનો ભય વર્તાઇ રહ્યો છે.

હાલમાં સ્થિતિ નિયંત્રણમાં છે, પરંતુ ઉત્તરાખંડમાં આવેલી કૂદરતી આપત્તિને લઇને આ સમયે ભયનું વાતાવરણ છે. બોર્ડના અધિકારીઓની પંજાબના મુખ્યમંત્રી પ્રકાશ સિંહ બાદલની સાથે બેઠક થઇ ચૂકી છે.

બાદલે બુધવારે રોપડ, નવાંશહર, ફિરોજપૂર, જાલંધર, હોશિયારપૂર, મોગા અને કપૂથરલાના નાયબ કમિશ્નરોને કોઇપણ આકસ્મિક પરિસ્થિતિમાં પહોંચી વળવા માટે પૂરતી વ્યવસ્થા ઉભી કરવાના નિર્દેશ આપી દીધા છે.

ચેતવણીના પગલે પંજાબના સિંચાઇ મંત્રી જનમેજા સિંહ સેખોને બધા જ ઇજનેરોને નિર્દેશ આપી દીધો છે કે નદીઓ અને નહેરોના તટવર્તીય વિસ્તારોમાં બધા જ સંવેદનશીલ સ્થળો પર અધિકારીઓનો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવે.

English summary
Water level in Bhakra dam reaches all-time high, flood warning issued.
 
 water, bhakra dam, flood, warning, punjab, પંજાબ, ભાખરા ડેમ, પાણી, જળસ્તર, પૂર
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X