For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

WB Assembly Elections 2021: રાજ્યપાલ ધનખડને મળ્યા બાદ સૌરવ ગાંગુલીએ શું કહ્યુ?

ભારતીય ક્રિકેટ નિયંત્રણ બોર્ડ (BCCI) એ રવિવારે પશ્ચિમ બંગાળના રાજ્યપાલ જગદીપ ધનખડ સાથે મુલાકાત કરી છે.

|
Google Oneindia Gujarati News

Sourav Ganguly met West Bengal governor Jagdeep Dhankar: ભારતીય ક્રિકેટ નિયંત્રણ બોર્ડ (BCCI) એ રવિવારે પશ્ચિમ બંગાળના રાજ્યપાલ જગદીપ ધનખડ સાથે મુલાકાત કરી છે. બંનેની મુલાકાતના ફોટા અને વીડિયો સામે આવ્યા બાદ એ વાતે જોર પકડી લીધુ છે કે 'બંગાળ ટાઈગર' ના નામથી પ્રખ્યાત ગાંગુલી રાજનીતિમાં આવી શકે છે અને તે આવતા વર્ષે યોજાનાર બંગાળ વિધાનસભા ચૂંટણીમાં ભાજપની ટિકિટ પર ચૂંટણી જંગ લડી શકે છે.

આ મુલાકાતને 'શિષ્ટાચાર ભેટ' જણાવવામાં આવી

આ મુલાકાતને 'શિષ્ટાચાર ભેટ' જણાવવામાં આવી

રાજભવન તરફથી આ મુલાકાતને 'શિષ્ટાચાર ભેટ' જણાવવામાં આવી છે અને સાથે જ કહેવામાં આવ્યુ છે કે આને રાજનીતિ સાથે કોઈ લેવા-દેવા નથી પરંતુ સોશિયલ મીડિયા પર દાદાના રાજનીતિમાં આવવાની ચર્ચા ગરમ છે. તમને જણાવી દઈએ કે ગાંગુલી કાલે સાંજે ચાર વાગીને 40 મિનિટે રાજભવન પહોંચ્યા હતા. તેમની અને ધનખડ વચ્ચેની આ મુલાકાત સાંજે પાંચ વાગીને 40 મિનિટ સુધી ચાલી પરંતુ આ મુલાકાત બાદ ગાંગુલીએ કાલે મીડિયાના કોઈ પણ પ્રશ્નનો જવાબ આપ્યો નહોતો પરંતુ આજે તેમણે કહ્યુ કે જો રાજ્યપાલ તમને મળવા માંગતા હોય તો તમારે મળવુ જ પડે છે.

સૌરવ ગાંગુલી હશે ભાજપનો ચહેરો?

સૌરવ ગાંગુલી હશે ભાજપનો ચહેરો?

ઉલ્લેખનીય છે કે બીસીસીઆઈના અધ્યક્ષ અને ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીના પશ્ચિમ બંગાળ ચૂંટણીમાં ભાજપનો ચહેરો હોવાની અટકળો વધી ગઈ છે. આ અટકળોને ખુદ તૃણમૂલ કોંગ્રેસના સાંસદ સોગત રાયના એક ઈન્ટરવ્યુથી હવા મળી છે. વાસ્તવમાં ગાંગુલીના રાજનીતિમાં આવવા પર સોગત રાયને સવાલ કરવામાં આવ્યા હતા તો તેમણે કહ્યુ કે ગાંગુલી બંગાળ માટે જ નહિ આખા દેશ માટે આઈકૉન છે. તેમનો ટીવી કાર્યક્રમ પણ ઘણો લોકપ્રિય છે પરંતુ તે રાજકારણમાં ચાલી નહિ શકે.

'તેમણે ક્યારેય ગરીબી નથી જોઈ, એ દુઃખ તે નથી જાણતા'

'તેમણે ક્યારેય ગરીબી નથી જોઈ, એ દુઃખ તે નથી જાણતા'

'તેમણે ક્યારેય ગરીબી નથી જોઈ, તે મજૂરોની સમસ્યાથી વાકેફ નથી, ભાજપનુ શું છે, તેને તો સહારો જોઈએ માટે તે આ પ્રકારની વાતો કરી રહી છે.' ત્યારબાદ ગાંગુલી ચર્ચામાં આવ્યા અને ચર્ચાએ જોર પકડ્યુ. જો કે પોતાની બેબાકી માટે જાણીતા સૌરવ ગાંગુલીએ અત્યાર સુધી આ વાતોને ફગાવી જ છે પરંતુ કાલની મુલાકાતે ફરીથી એક વાર ચર્ચા છેડી દીધી છે. તમને જણાવી દઈએ કે બંગાળની ચૂંટણીને જીતવા માટે ભાજપ પોતાની પૂરી તાકાત લગાવી રહ્યુ છે પરંતુ સીએમ મમતા બેનર્જીના મુકાબલે દમદાર ચહેરાની જરૂર છે. એવામાં દાદા ભાજપ માટે યોગ્ય સાબિત થઈ શકે છે કારણકે તે ખૂબ લોકપ્રિય છે. હાલમાં અટકળોનો દોર ચાલુ છે, જોઈએ ગાંગુલી આ વિશે શું નિર્ણય કરે છે.

કોંગ્રેસ આંદોલન વચ્ચે રાહુલ ગાંધી કેમ ગયા વિદેશ?કોંગ્રેસ આંદોલન વચ્ચે રાહુલ ગાંધી કેમ ગયા વિદેશ?

English summary
WB Assembly Election 2021: Sourav Ganguly met West Bengal governor Jagdeep Dhankar at the Raj Bhavan in Kolkata on Sunday.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X