કર્ણાટકઃ સ્પીકર રાજીનામું સ્વીકારે કે નહિ એ અમે નક્કી ન કરી શકીએ- CJI
નવી દિલ્હીઃ કર્ણાટકમાં બાગી ધારાસભ્યોની અરજી પર સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ રંજન ગોગોઈએ કહ્યું કે અમે એ નક્કી નહિ કરીએ કે સ્પીકરે રાજીનામું સ્વીકારવું જોઈએ કે નહિ, અમે માત્ર એમ જોઈ શકીએ કે સંવૈધાનિક રૂપે સ્પીકર પહેલા કયા મુદ્દા પર ફેસલો લઈ શકે છે.
સીજેઆઈએ બાગી ધારાસભ્યોના વકીલ મુકુલ રોહતગીને પૂછ્યું કે ધારાસભ્યોને અયોગ્ય ઠહેરાવવા માટે કયો આધાર આપવામાં આવ્યો. જેના પર રોહતગીએ જવાબ આપ્યો કે જ્યારે તમારી પાર્ટીના ધારાસભ્ય તમારી સાથે નથી, તો બીજી પાર્ટી સાથે ઉભા થઈ જાય છે તો સમજવું જોઈએ કે હવે તેઓ તમારી સાથે નથી. પરંતુ સ્પીકર સરખી રીતે રાજીનામું મંજૂર કરવાને બદલે અયોગ્ય ઠહેરાવવા માંગે છે. રોહતગીએ કહ્યું કે સ્પીકર આટલા દિવસો સુધી રાજીનામું રોકીને ન રાખી શકે, તેમણે જલદી ફેસલો લેવો પડશે.
સુનાવણી દરમિયાન સીજેઆઈ રંજન ગોગોઈએ બાગી ધારાસભ્યોના વકીલ મુકુલ રોહતગીને રાજીનામાની તારીખ પૂછી. જેનાપર રોહતગીએ કહ્યું કે 6 જુલાઈએ ધારાસભ્યોએ રાજીનામું આપ્યું હતું, માત્ર 5 અન્ય ધારાસભ્યોએ રાજીનામું આપ્યું પરંતુ સ્પીકર આને મંજૂર નથી કરી રહ્યા. અયોગ્યતા કાર્યવાહી અનુચિત છે. રોહતગીએ કહ્યું કે, ઉમેશ જાદવે રાજીનામું આપી દીધું હતું અને તેમનું રાજીનામું પણ મંજૂર થયું હતું. ધારાસભ્યો તરફથી બોલતા રોહતગીએ કહ્યું કે હું ધારાસભ્ય બની રહેવા માંગું છું. આના માટે કોઈ મને મજબૂર ન કરી શકે, જેથી મારું રાજીનામું સ્વીકાર કરી લેવું જોઈએ.
રોહતગીએ કોર્ટમાં કહ્યું કે 10 જુલાઈએ સ્પીકરે ધારાસભ્યોને મળવા માટે બોલાવ્યા હતા, 11 જુલાઈએ સ્પીકર સાથે મીટિંગ બાદ તેમણે રાજીનામું સોંપી દીધું હતું. પરંતુ તેમનું રાજીનામું સ્વીકારાયું નહોતું. આ તેમના રાજીનામાને રોકવાની કોશિશ છે, સ્પીકર એક જ સમયે રાજીનામું અને અયોગ્યતા બંને મુદ્દા પર નિર્ણય લેવાનો પ્રસ્તાવ કરી રહ્યા છે.
જો ગુરુવારે કુમારસ્વામીની સરકાર પડી ભાંગે તો, કોંગ્રેસ માટે હશે એક મોટો ઝાટકો