For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

IBC 2018: બેંકોને કામ કરવાની સંપૂર્ણ સ્વાયત્તતા આપી- પિયુષ ગોયલ

ઈન્ડિયા બેંકિંગ કૉન્ક્લેવમાં સંબોધન કરતાં પિયુષ ગોયલે કહ્યું કે ભાજપ સરકારે બેંકોને કામ કરવાની સંપૂર્ણ સ્વાયત્તા આપી છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ ભારતીય બેંકોને મજબૂતાઈ આપવા અને બેંકિંગ સમસ્યાઓને ઉકેલવાના ઉદ્દેશ્ય સાથે દિલ્હીમાં ઈન્ડિયા બેંકિંગ કૉન્ક્લેવનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ ઈવેન્ટમાં અમિત શાહ, અરૂણ જેટલી, પિયૂષ ગોયલ જેવા રાજકીય નેતા ઉપરાંત કેટલાય નાણાકીય ક્ષેત્રના દિગ્ગજો હાજર રહ્યા છે. કિરણ રિજિજૂએ કહ્યું હતું કે નાણાકીય સુરક્ષા પણ રાષ્ટ્રીય સુરક્ષાની જેમ જ મહત્વપૂર્ણ છે, જ્યારે નીતિ આયોગના વાઈસ ચેરમેન રાજીવ કુમારે બેંકિંગ સેક્ટરની સમસ્યા વિશે વાત કરી હતી. આ કાર્યક્રમને સંબોધતાં પિયુષ ગોયલે કોંગ્રેસ સરકાર પર પણ પ્રહાર કર્યા હતા.

piyush goyal

રેલવે મંત્રી પિયુષ ગોયલે કહ્યું કે "આપણે બેંકોએ જે મુજબ ચાલવું પડે તેવા ભારતીય સંદર્ભને આપણે ભુલવો ન જોઈએ, ભારતના ગરીબો, MSMEs અને ખેડૂતોની પણ પરફોર્મ કરવાની જવાબદારીઓ છે." વધુમાં પિયુષ ગોયલે કહ્યું કે "હું ગર્વ સાથે કહી શકું કે લોન, રિટ-ઑફ કે સેટલમેન્ટ મામલે છેલ્લા 4 વર્ષમાં કોઈપણ અધિકારી કે રાજનેતા તરફથી સરકારને એકપણ ફોન નથી આવ્યો. અમે બેંકોને કામ કરવા માટે સંપૂર્ણ સ્વાયત્તતા આપી છે." આ પણ વાંચો- IBC 2018: નીતિ આયોગના ઉપાધ્યક્ષ રાજીવ કુમારે કહ્યું- હું લાજવાબ છું

પિયુષ ગોયલે આપેલી માહિતી મુજબ નાદારી કોડ અંતર્ગત 32 અકાઉન્ટમાંથી 55 ટકા કોસ્ટ રિકવરી કરી લીધી છે જે હવે એક 1 ટકાથી પણ ઓછી છે અને આ રિકવરી 12-15 મહિનામાં જ કરવામાં આવી છે. જ્યારે 2014 પહેલા બેડ અકાઉન્ટનો ઉકેલ સરેરાશ 4.5-5 વર્ષે થતો હતો અને 9 ટકા જેટલી લોનના 26 ટકા કોસ્ટ જ રિકવર કરી હતી. ઈતિહાસમાં કદાચ પહેલી વખત જ બન્યું હશે કે છેલ્લા ચાર વર્ષમાં રિફાઈનરી, સ્ટિલ પ્લાન્ટ અને જમીનો વેચવી પડી અને ડિફોલ્ટર્સે દેશ મૂકીને ભાગવું પડ્યું.

piyush goyal 2

પિયુષ ગોયલે આગળ વાત કરતા કહ્યું કે પીએમ નરેન્દ્ર મોદીના નેજા હેઠળ એનડીએ-2 સરકારે બેંકિંગ સિસ્ટમને ક્લિયર કરવાનું નક્કી કર્યું છે, મોટા ભાગની સરકારી બેંકોએ જે સ્ટ્રેસ સહન કરવો પડી રહ્યો છે તેવો સ્ટ્રેસ સહન ન કરવો પડી શકે અને ભારતીય બેંકો મજબૂતાઈથી ઊભી રહી શકે તે માટે મોદી સરકાર કાર્ય રહી છે. 2014 પહેલા દશકાઓ સુધી બેંકની અસક્ષમતા અને સમસ્યા સમયે પોલિટિકલ ઉકેલ ન મળી રહેતા બેંકોની સમસ્યા વધી જતી હતી. આપણે બધા જાણીએ જ છીએ કે 2014 પછી પબ્લિક સેક્ટરની બેંકોમાં નિમણૂંક અને બેંકોના ઓપરેશન માટે કેવું પોલિટિકલ પ્રેસર ચલાવવામાં આવ્યું.

આડકતરી રીતે કોંગ્રેસ સરકાર પર આરોપો લગાવતા કહ્યું કે 2014 પહેલાં ફોન કૉલ આવતા તેના આધારે લોન આપી દેવામાં આવતી હતી. પરંતુ હવે તેવું નથી રહ્યું. હવે બેંકોના ધારા ધોરણો મુજબ જ લોન આપવામાં આવે છે.

English summary
We have completely given them autonomy to work says piyush goyal in india banking conclave 2018.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X