For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કલિંગ સેનાએ શાહરુખ ખાન સામેની ધમકી પાછી લઈ કહ્યુ આવો ઓડિશા, જાણો કેમ

બોલિવુડ સુપર સ્ટાર શાહરુખ ખાનના પુરુષ હૉકી વિશ્વ કપના ઉદઘાટન માટે ઓડિશામાં 27 નવેમ્બરના રોજ પ્રસ્તાવિત પ્રવાસ દરમિયાન તેમના પર શાહી ફેંકવાની ધમકીને સ્થાનિક સંગઠન કલિંગ સેનાએ પાછી લઈ લીધી.

|
Google Oneindia Gujarati News

બોલિવુડ સુપર સ્ટાર શાહરુખ ખાનના પુરુષ હૉકી વિશ્વ કપના ઉદઘાટન માટે ઓડિશામાં 27 નવેમ્બરના રોજ પ્રસ્તાવિત પ્રવાસ દરમિયાન તેમના પર શાહી ફેંકવાની ધમકીને સ્થાનિક સંગઠન કલિંગ સેનાએ પાછી લઈ લીધી. કલિંગ સેનાએ સોમવારે વિરોધ પ્રદર્શન પાછુ લેવાની ઘોષણા કરી દીધી છે. કલિંગ સેનાના કાર્યકર્તાઓ અને અધિકારીઓની સોમવારે બેઠક થઈ હતી. જે બાદ સંગઠને પોતાની ધમકી પાછી લઈ લીધી છે.

આ પણ વાંચોઃ મનમોહન સિંહે પીએમ મોદીને તેમના ભાષણ માટે આપી છે ખાસ સલાહઆ પણ વાંચોઃ મનમોહન સિંહે પીએમ મોદીને તેમના ભાષણ માટે આપી છે ખાસ સલાહ

કલિંગ સેનાએ શાહરુખ સામેની ધમકી પાછી લીધી

કલિંગ સેનાએ શાહરુખ સામેની ધમકી પાછી લીધી

આ વિશે વાત કરતા કલિંગ સેનાના પ્રમુખ હેમંત રથે મીડિયામાં નિવેદન આપ્યુ કે પુરુષ હૉકી વિશ્વ કપ જેવી આંતરરાષ્ટ્રીય સ્પર્ધા દરમિયાન રાજ્ય અને દેશની છબીને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો. તેમણે જણાવ્યુ કે હૉકી ઈન્ડિયાના અધ્યક્ષ મોહમ્મદ મુશ્તાક અહેમદે ઈમેલ દ્વારા સંગઠનને અપીલ કરી હતી કે તે આ બોલિવુડ અભિનેતાના રાજ્યના પ્રવાસ દરમિયાન તેમના પર શાહી ફેંકવાની ધમકી પાછી લે. ત્યારબાદ અમે રાજ્યના હિત માટે આ નિર્ણય લીધો.

કલિંગ સેનાએ કહ્યુ હતુ - શાહરુખના મોઢા પર શાહી ફેંકવામાં આવશે

તમને જણાવી દઈએ કે કલિંગ સેના તરફથી કિંગ ખાન શાહરુખ ખાનને ખુલ્લેઆમ ધમકી મળી હતી કે જો તે ઓડિશામાં પગ મૂકશે તો તેમની સાથે એવો વ્યવહાર થશે જેની કલ્પના તેમણે ક્યારેય નહિ કરી હોય. જો તેઓ આગામી સપ્તાહે અહીં યોજાનાર વર્લ્ડ કપ હૉકી પ્રોગ્રામમાં આવસે તો તેમણે કાળા વાવટા બતાવવામાં આવશે અને તેમના મોઢા પર શાહી ફેંકવામાં આવશે.

17 વર્ષ પહેલા શાહરુખે કરી હતી ભૂલઃ કલિંગ સેના

આ સંગઠનના પ્રમુખ હેમંત રથે મીડિયામાં નિવેદન આપ્યુ હતુ કે શાહરુખ ખાને આજથી 17 વર્ષ પહેલા રિલીઝ થયેલી ફિલ્મ અશોકમા ઓડિશા અને અહીંના લોકોનું અપમાન કર્યુ હતુ. જેના માટે તેમણે ક્યારેય માફી માંગી નથી. આટલુ જ નહિ આ સંગઠને શાહરુખ સામે 1 નવેમ્બરે પોલિસમાં રિપોર્ટ પણ લખાવી હતી. ઉલ્લેખનીય છે કે વર્ષ 2001માં પ્રદર્શિત થયેલી ફિલ્મ અશોકાનો ઓડિશામાં તે સમયે ભારો વિરોધ થયો હતો. માત્ર એક સપ્તાહ બાદ જ ફિલ્મને સિનેમા હોલમાંથી હટાવી લેવામાં આવી હતી.

સીએમ નવીન પટનાયકે મોકલ્યુ કિંગ ખાનને આમંત્રણ

સીએમ નવીન પટનાયકે મોકલ્યુ કિંગ ખાનને આમંત્રણ

તમને જણાવી દઈએ કે સીએમ નવીન પટનાયકે શાહરુખ ખાનને અહીં આવવા માટે આમંત્રણ મોકલ્યુ છે. તમને જણાવી દઈએ કે હૉકી વર્લ્ડ કપ ભુવનેશ્વરના કલિંગા સ્ટેડિયમમાં 28 નવેમ્બરથી 16 ડિસેમ્બર સુધી ચાલશે.

આ પણ વાંચોઃ દિલ્હી પોલિસને દિલ્હી સરકારને આધીન લાવવા આપ સરકારે પસાર કર્યો ઠરાવઆ પણ વાંચોઃ દિલ્હી પોલિસને દિલ્હી સરકારને આધીન લાવવા આપ સરકારે પસાર કર્યો ઠરાવ

English summary
We have withdrawn our threat to throw ink at Shahrukh Khan as we have received a letter from President of Hockey India.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X