અમિત શાહનો રાહુલ ગાંધી પર પલટવારઃ પાકિસ્તાન-ચીનને ખુશ કરતા નિવેદનો ન આપવા જોઈએ
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના નિવેદનો પર જોરદાર પલટવાર કર્યો છે. ન્યૂઝ એજન્સી એએનઆઈના એડિટર સ્મિતા પ્રકાશને આપેલા એક ઈન્ટરવ્યુમાં તેમણે લદ્દાખ વિશે રાહુલ ગાંધીના સતત હુમલાઓ પર જોરદાર રીતે જવાબ આપ્યો છે. ગૃહમંત્રીએ કહ્યુ કે ચર્ચા કરવા માટે કોઈ ભાગવા નથી ઈચ્છતુ અને સંસદ સત્ર શરૂ થવાનુ છે તેમાં આવીને જેટલી ચર્ચા કરવી હોય કરે પરંતુ કોઈએ એવા નિવેદનો ન આપવા જોઈએ જેનાથી પાકિસ્તાન અને ચીન જેવા દેશોને ખુશી મળતી હોય. આ સાથે જ ગૃહમંત્રીએ રાહુલ ગાંધીને 1962ના લડાઈથી લઈને અત્યાર સુધી સુરક્ષા સંબંધિત દરેક મુદ્દે ચર્ચા કરવા માટે પડકાર આપ્યો છે.
ANIને આપેલા ઈન્ટરવ્યુમાં જ્યારે ગૃહમંંત્રી અમિત શાહને રાહુલ ગાંધીના 'સરેન્ડર મોદી'વાલા ટ્વિટ પર સવાલ પૂછવામાં આવ્યો તો તેમણે કહ્યુ કે તેમની સરકાર સુરક્ષા મુદ્દે દરેક ચર્ચા માટે તૈયાર છે. અમિત શાહે કહ્યુ, 'સંસદ થવાનુ છે.. ચર્ચા કરવી હોય તો આવો કરીશુ...62થી આજસુધી બે-બે હાથ થઈ જાય...કોઈ નથી ડરતુ ચર્ચાથી. પરંતુ જ્યારે દેશના જવાન સંઘર્ષ કરી રહ્યા હોય, સરકાર સ્ટેન્ડ લઈને ઠોસ પગલાં લઈ રહી હોય તે વખતે પાકિસ્તાન અને ચીનને ખુશી થાય તેવા પ્રકારના નિવેદન કોઈએ ન આપવા જોઈએ.' તમને જણાવી દઈએ કે રાહુલ ગાંધી પોતાના સહયોગી દળોના મોટા નેતાઓની સલાહની પણ ઉપેક્ષા કરીને લદ્દાખ મુદ્દે હુમલાવર છે અને તેમાં એક વાર તેમણે ટ્વિટ કરીને પીએમ મોદી માટે લખ્યુ હતુ, 'સરેન્ડર મોદી.'
આ દરમિયાન ગૃહમંત્રીએ રાહુલ ગાંધી પર નિમ્ન સ્તરની રાજનીતિમાં શામેલ થવાનો આરોપ પણ લગાવ્યો અને કહ્યુ સરકાર સંસદમાં ચીનના મુદ્દે જોરદાર ચર્ચા માટે તૈયાર છે. એક સવાલના જવાબમાં તેમણે કહ્યુ કે ભારત સરકારે કોરોના વાયરસ સામે સારી રીતે લડાઈ લડી છે. તેમણે એ પણ કહ્યુ કે તે રાહુલ ગાંધીને સલાહ નથી આપી શકતા અને તેમની પાર્ટીના નેતાઓનુ કામ છે. તે બોલ્યા કે અમુક લોકો પાસે 'વક્રદ્રષ્ટિ' હોય છે, જે સારી વસ્તુઓમાં પણ ભૂલો શોધે છે. તેમના મુજબ ભારતે કોરોના સામે સારી લડાઈ લડી છે અને આપણા આંકડા દુનિયાથી ઘણા સારા છે.
#WATCH “Parliament honi hai, charcha karni hai to aaiye, karenge. 1962 se aaj tak do-do haath ho jayein...,” HM Amit Shah on Rahul Gandhi’s “Surender Modi” tweet .
— ANI (@ANI) June 28, 2020
Full interview with ANI Editor Smita Prakash to be released at 1 pm pic.twitter.com/ngGYyqkwQq
સુશાંત સિંહ સુસાઈડ કેસમાં મોટો ખુલાસો, કૂર્તા પહેલા બાથ રૉબ બેલ્ટનો ઉપયોગ