For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રાફેલ ડીલ: સુપ્રીમ કોર્ટે સુનાવણી માટે એરફોર્સ અધિકારીને બોલાવ્યો

રાફેલ ડીલ અંગે આજે સુપ્રીમકોર્ટમાં અગત્યની સુનાવણી ચાલી રહી છે. બપોરે બે વાગ્યા પછી સર્વોચ્ચ અદાલત આ મામલે આગળની સુનાવણી કરશે

|
Google Oneindia Gujarati News

રાફેલ ડીલ અંગે આજે સુપ્રીમકોર્ટમાં અગત્યની સુનાવણી ચાલી રહી છે. બપોરે બે વાગ્યા પછી સર્વોચ્ચ અદાલત આ મામલે આગળની સુનાવણી કરશે. કોર્ટમાં આ મામલે સવારના સાઢા ચાર વાગ્યાથી સુનાવણી ચાલી રહી છે. સુનાવણી દરમિયાન યાચિકા કર્તા અને સરકાર ઘ્વારા પોતાની પક્ષ સુપ્રીમકોર્ટમાં રાખવામાં આવ્યો. પ્રધાન ન્યાયધીશ રંજન ગોગાઈ અધ્યક્ષતામાં ત્રણ જજોની બેઠક તેની સુનાવણી કરી રહી છે.

supreme court

આખા મામલામાં જ્યાં પ્રધાન ન્યાયાધીશે અરજીકર્તા પ્રશાંત ભૂષણને ફટકાર લગાવી ત્યાં જ તેમને સરકારના રક્ષા મંત્રાલયને પણ ખરી ખોટી સંભળાવી છે. પ્રધાન ન્યાયધીશ રંજન ગોગાઈએ સરકારનો પક્ષ રાખી રહેલા એટર્ની જનરલ કેકે વેણુગોપાલને પૂછ્યું કે અહીં કોઈ એરફોર્સ અધિકારી હાજર છે, જેને તેઓ સવાલ જવાબ કરી શકે?

પ્રધાન ન્યાયધીશ ઘ્વારા જણાવવામાં આવ્યું કે તેઓ વાયુ સેના કેસને જોઈ રહ્યા છે. એટલા માટે તેઓ એરફોર્સ અધિકારીની પુછપરછ કરવા ઈચ્છે છે. કોર્ટે વાયુ સેનાને સમન્સ જાહેર કરીને એરફોર્સ અધિકારીને કોર્ટમાં બોલાવાયો.

આ પણ વાંચો: રાફેલ ડીલમાં ડસોલ્ટ કંપની જૂઠ બોલીને મોદીને બચાવી રહી છેઃ રાહુલ ગાંધી

એટર્ની જનરલ કેકે વેણુગોપાલ ઘ્વારા આશ્વાશન આપવામાં આવ્યું કે જલ્દી વાયુ સેનાનો એક અધિકારી કોર્ટમાં હાજર થશે. આ પહેલા સુપ્રીમકોર્ટે રાફેલની કિંમત અંગે અગત્યની વાત કહી. કોર્ટ ઘ્વારા જણાવવામાં આવ્યું કે રાફેલ ડિલની કિંમત પર કોઈ ચર્ચા ત્યારે જ થઇ શકશે જયારે કોર્ટ આ નક્કી કરશે કે તેનું સાર્વજનિક થવું જરૂરી છે કે નહીં.

આ પણ વાંચો: જો રાફેલ પર તપાસ શરુ થઇ તો પીએમ મોદી જેલ જશે: રાહુલ ગાંધી

ત્યાં બીજી બાજુ પ્રશાંત ભૂષણ ઘ્વારા જણાવવામાં આવ્યું કે સરકારે જાતે સંસદમાં રાફેલની કિંમતનો ખુલાસો કર્યો છે. તેવામાં આ ગોપ્નીયતાનો મુદ્દો નહીં બને. સરકારની દલીલ જેમાં તેઓ કહી રહ્યા છે કે તેઓ કિંમતનો ખુલાસો નહીં કરી શકે, તે તર્કહીન છે. પ્રશાંત ભૂષણ ઘ્વારા જણાવવામાં આવ્યું કે સરકારે જે નવી ડીલ કરી છે તે તેની પહેલી કિંમત કરતા 40 ટકા વધારે છે.

English summary
We want to meet someone from Indian Air Force, not from Ministry says CJI Ranjan Gogoi on rafale deal case
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X