For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

1 ડિસેમ્બર પહેલા સરકાર બનશે, અમારી પાર્ટીના જ સીએમ હશેઃ સંજય રાઉત

1 ડિસેમ્બર પહેલા સરકાર બનશે, અમારી પાર્ટીના જ સીએમ હશેઃ સંજય રાઉત

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ મહારાષ્ટ્રમાં સરકાર બનાવવાની હલચલ વચ્ચે ગુરુવારે ફરી શિવસેનાએ કહ્યું કે જલદી જ રાજ્યમાં સરકાર બનશે, પાર્ટી પ્રવક્તા સંજય રાઉતે શિવસેનાના સીએમ બનવાની અને કોંગ્રેસ-એનસીપી સાથે ગઠબંધન થવાની ઉમ્મીદ જાવી છે, તેમણે કહ્યં કે સરકાર બનાવવાનો સમય હવે નજીક આવી ગયો છે અને 1 ડિસેમ્બર પહેલા સરકાર બનાવવાની પ્રક્રિયા પૂરી થઈ જશે અને સીએમ શિવસેનાના જ હશે.

1 ડિસેમ્બર પહેલા સરકાર બનશે

1 ડિસેમ્બર પહેલા સરકાર બનશે

તેમણે કહ્યું કે આગામી કેટલાક દિવસોમાં સરકારની તસવીર સમગ્ર રીતે સાફ થઈ જશે, મુખ્યમંત્રી અમારી પાર્ટીના જ હશે, કૉમનમિનિમમ પ્રોગ્રામને લઈ થયેલ મીટિંગ બહુ સારી રહી અને માટે અમે આગામી દિવસોમાં એક મજબૂત સરકાર સાથે આગળ વધશું, જણાવી દઈએ કે આજે મહારાષ્ટ્રની સ્થિતિ પર ચર્ચા માટે કોંગ્રેસ વર્કિંગ કમિટીની પણ બેઠક મળનાર છે.

સંજય રાઉતે ટ્વીટ કર્યું હતું

ભાજપનો સાથ છોડી સરકાર બનાવવાનું સપનું જોઈ રહેલ શિવસેનાએ સતત ભાજપ પર નિશાન સાધ્યું જ્યારે શિવસેનાના નેતા સંજય રાઉતે સતત આક્રમક ટ્વીટ કરવા શરૂ રાખ્યાં, આજે સવારથી જ તેમણે ટ્વીટર પર પ્રહાર કરતા લખ્યું કે, અમે ખરાબ જ સારા છીએ, જ્યારે સારા હતા ત્યારે ક્યાં મેડલ મળી ગયું હતું.

બધી સમસ્યા ઉકેલાઈ ગઈઃ સંજય રાઉત

બધી સમસ્યા ઉકેલાઈ ગઈઃ સંજય રાઉત

બુધવારે પણ મીડિયા સાથે વાત કરતાં સંજય રાઉતે કહ્યું હતું કે બધી જ સમસ્યાઓ ખતમ થઈ ગઈ છે અને ગુરુવાર સુધી સ્થિતિ સાફ થઈ જશે, અમે ડિસેમ્બરમાં સરકાર બનાવશું. જણાવી દઈએ કે સરકાર ગઠન માટે કોંગ્રેસ-એનસીપી સતત બેઠકો કરી રહી છે, આજે પણ કોંગ્રેસ અને એનસીપીની અલગ-અલગ બેઠક થનાર છે, જેમાં આગળની રણનીતિ નક્કી થશે.

કોંગ્રેસ-એનસીપીની આજે મહત્વની બેઠક, શિવસેનાએ કહ્યુ જલ્દી મળશે ગુડ ન્યૂઝકોંગ્રેસ-એનસીપીની આજે મહત્વની બેઠક, શિવસેનાએ કહ્યુ જલ્દી મળશે ગુડ ન્યૂઝ

English summary
we will form government before 1st december, cm will be our's says sanjay raut
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X