For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

યુપીએ સરકાર એની જાતે જ પડી ભાંગશે: બીજેપી

|
Google Oneindia Gujarati News

vakaina naidu
નવી દિલ્હી, 20 માર્ચ: ભારતીય જનતા પાર્ટીનું કહેવું છે તે ડીએમકેના સમર્થન પરત લીધા બાદ હવે યુપીએ સરકાર એની મેળે જ પડી ભાંગશે. બીજેપીના વરિષ્ઠ નેતા વેંકૈયા નાયડૂએ જણાવ્યું કે યુપીએ સરકાર પોતે જ પડી જશે. તેમણે સંસદમાં આ મામલે અવિશ્વાસ પ્રસ્તાવ લાવવાનો ઇનકાર કરી દીધો હતો.

ભારતીય જનતા પાર્ટીએ જણાવ્યું કે દ્રમુકના બહાર ગયા બાદ યુપીએ સરકાર નિર્ણય નહી કરી શકનારી બની ગઇ છે. જોકે ભાજપે તમિલોના કથિત માનવાધિકાર હનન પર શ્રીલંકા સામે કોઇ પણ પ્રસ્તાવ અંગે પોતાના પત્તા નથી ખોલ્યા.

જોકે પાર્ટીના વરિષ્ટ નેતા એમ વેંકૈયા નાયડૂએ પત્રકારોને જણાવ્યું કે યુપીએ સરકાર હવે કોઇ નિર્ણય નહી કરી શકનાર સરકાર બની ગઇ છે. યુપીએ હવે ડીપીએ બની ગઇ છે અને એનપીએ સાબિત થયું છે. કોંગ્રેસ ગઠબંધન ધર્મનું પાલન નથી કરી રહી. આ ગઠબંધનના અન્ય દળો માટે ગઠબંધન મજબૂરી છે.

સરકારની કડક ટિકા કરવા છતા પાર્ટીએ એ સ્પષ્ટ નથી કર્યું કે તે શ્રલંકન મુદ્દે કોઇ પ્રસ્તાવને સમર્થમ આપશે કે નહી. ઘટનાક્રમ પર પ્રતિક્રિયા આપતા ભાજપના ઉપાધ્યક્ષ મુખ્તાર અબ્બાસ નકવીએ સંસદ ભવન પરિસરમાં પત્રકારોને જણાવ્યું કે હવે સરકાર પાસે બહુમત નથી રહ્યું, તેણે હવે હટવું જોઇએ. તેમને પૂછાયેલા એક પ્રશ્ન કે શું ભાજપ ચૂંટણીમાં સામનો કરવા માટે તૈયાર છે તો તેમણે તેના જવાબમાં જણાવ્યું ભાજપ ચૂંટણીમાં હંમેશા સામનો કરવા તૈયાર છે.

English summary
we will not pass no-confidence motion in parliament said BJP.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X