For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ત્રણેય રાજ્યોમાં પહેલાથી વધુ સીટ આવશેઃ અમિત શાહ

ત્રણેય રાજ્યોમાં પહેલાથી વધુ સીટ આવશેઃ અમિત શાહ

|
Google Oneindia Gujarati News

આજતકના એક કાર્યક્રમમાં વાત કરતી વખતે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને છત્તીસગઢ વિધાનસભા ચૂંટણી પર પોતાનું મંતવ્ય જણાવ્યું. એમણે કહ્યું કે ભાજપ ત્રણેય રાજ્યોમાં સરકાર બનાવશે. અમિત શાહે કહ્યું કે, મેં બધા રાજ્યોનો પ્રવાસ કર્યો. કાર્યકર્તાઓમાં જોશ છે અને અમે જીતીને દેખાડીશું. મુખ્યમંત્રીઓ સાથે મતભેદ અને ટકરાવના સવાલ પર તેમણે કહ્યું કે આ મીડિયાએ બનાવેલી વાત છે. વસુંધરા રાજે ક્યારેય પાર્ટીના આદેશો વિરુદ્ધ બોલ્યાં.

રાજ્યોમાં બદલાવ જોવા મળ્યો

રાજ્યોમાં બદલાવ જોવા મળ્યો

આ સમય બદલાવનો છે. દેશના કેટલાય રાજ્યોમાં બદલાવ જોવા મળ્યો છે. પછી તે ઉત્તર પ્રદેશ હોય, ઉત્તરાખંડ હોય કે પછી આસામ જ કેમ ન હોય. તમામ જગ્યાએ ભાજપ આવી છે. સર્વેમાં રાજસ્થાનમાં સત્તા ગુમાવવાના સવાલ પર અમિત શાહે કહ્યું કે રાજસ્થાનમાં અમે જીતશું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 50 લાખ પરિવારના લોકોને કંઈકને કંઈક આપ્યું છે. એમનું જીવન સ્તર બદલાયું છે. અમે દરેક પરિવાર સાથે સંપર્ક કર્યો છે.

કરતારપુર જશો?

કરતારપુર જશો?

કરતારપુર જવાના સવાલ પર અમિત શાહે કહ્યું કે કોંગ્રેસે ભાગલા સમયે કરતારપુર સાહેબને છોડી દીધા હતા. માત્ર ચાર કિમી દૂર હોવા છતાં કોંગ્રેસ એના માટે રસ્તો નહોતી ખોલી શકી. કોંગ્રેસ ઉંઘતી રહી. એક ગામને ભારતમાં સામેલ ન કરી શકી. સિખ શ્રદ્ધાળુ કરતારપુર સાહેબને પૂજે છે. પરંતુ કોંગ્રેસે એ વાત ક્યારેય ન સમજી. માટે અમે પાકિસ્તાન સાથે વાત કરી કરતારપુર સાહેબ માટે રસ્તો ખોલ્યો. અમે માત્ર રાજનીતિ નથી કરી રહ્યા. ભાજપની કરતારપુર સાહિબ પ્રત્યે શ્રદ્ધા છે. હું પણ ત્યાં જઈશ.

જાણો શું કહ્યું

જાણો શું કહ્યું

ભારત-પાકિસ્તાન વચ્ચે કરતારપુર સાહેબ કોરિડોર ઑફ પીસના રૂપને રાખવાના સવાલ પર અમિત શાહે કહ્યું કે જો પાકિસ્તાનમાં આર્મી અને સરકાર સાથે છે તો ક્યારેય શાંતિ થઈ જ ન શકે. પાકિસ્તાન શાંતિ ઈચ્છે છે તો તેમણે આતંકવાદને પ્રોત્સાહન આપવાનું બંધ કરવું પડશે. જો આવું થશે તો આપોઆપ શાંતિ થશે.

સિદ્ધુ ખોટી જગ્યાએ ઉભા

સિદ્ધુ ખોટી જગ્યાએ ઉભા

નવજોત સિંહ સિદ્ધુને લઈને ભાજપના અધ્યક્ષ અમિત શાહે કહ્યુ્ં કે સિદ્ધુને ખબર જ નથી કે તેઓ ક્યાં ઉભા છે. માટે તેઓ રાહુલ ગાંધી સાથે ચાલ્યા ગયા. આ જ કારણ છે કે તેમની સાથે ખાલિસ્તાન આતંકી ઉભો હતો. અમે કરતારપુર સાહેબ કોરિડોર ખોલાવવા માટે પાકિસ્તાનના વડાપ્રધાન પાસે નહોતા ગયા. સિદ્ધુ ત્યાં ગયા હતા. પરિણામ શપથ વિધિમાં જવાથી નથી આવતાં.

રામલીલા મેદાન પહોંચીને બોલ્યા દેવગૌડા- ખેડૂતો સરકારને સજા આપશે રામલીલા મેદાન પહોંચીને બોલ્યા દેવગૌડા- ખેડૂતો સરકારને સજા આપશે

English summary
we will win all three states says amit shah
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X