ગુજરાત સહિત દેશના આ 7 રાજ્યોમાં આજે ભારે વરસાદની ચેતવણી, જરૂર વિના ઘરમાંથી બહાર ન નીકળો

આગામી 24 કલાક માટે હવામાન વિભાગે મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, કર્ણાટક, કેરળ, ઓડિશા, તમિલનાડુ અને આંધ્રપ્રદેશ માટે ભારે વરસાદની ચેતવણી આપી છે.

આગામી 24 કલાક માટે હવામાન વિભાગે મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, કર્ણાટક, કેરળ, ઓડિશા, તમિલનાડુ અને આંધ્રપ્રદેશ માટે ભારે વરસાદની ચેતવણી આપી છે. મધ્ય પ્રદેશમાં ભોપાલ, સિહોર સહિત 29 જિલ્લાઓમાં વરસાદ માટે રેડ એલર્ટ આપવામાં આવી છે. મહારાષ્ટ્રમાં અત્યાર સુધી 2.5 લાખ અને કર્ણાટકમાં 26 હજાર લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા. બંને રાજ્યોમા પૂર રાહત કાર્યો માટે 1 હજાર સૈન્યકર્મી તૈનાત છે. કર્ણાટક અને આંધ્રપ્રદેશની ઘણી નદીઓ જોખમના નિશાનથી ઉપર વહી રહી છે. વળી, કેરળણાં પણ સ્થિતિ ઘણી ગંભીર છે.

કર્ણાટકમાં ભારે વરસાદ

કર્ણાટકમાં ભારે વરસાદ

કર્ણાટકમાં ભારે વરસાદના કારણે 15 જિલ્લાઓમાં પૂરની સ્થિતિ બની ચૂકી છે. પૂરમાં અત્યાર સુધી મરનારની સંખ્યા 7 થઈ ચૂકી છે. કૃષ્ણા અને તેની સહાયક નદીઓ જોખમના નિશાનથી ઉપર વહી રહી છે. ઘણી જગ્યાએ રેલ અને માર્ગનો સંપર્ક તૂટી ગયો છે. વળી, મહારાષ્ટ્રના મહાબળેશ્વરે સતત બીજા વર્ષે વરસાદ મામલે મેઘાલયના ચેરાપૂંજીને પાછળ છોડી દીધુ છે.

મહાબળેશ્વરે ચેરાપૂંજીને પીછળ છોડી દીધુ

મહાબળેશ્વરે ચેરાપૂંજીને પીછળ છોડી દીધુ

આ વર્ષે 1 જૂનથી 6 ઓગસ્ટ સુધી મહાબળેશ્વરમાં 5755 મિમી વરસાદ થયો. વળી, સૌથી વધુ વરસાદ માટે જાણીતા ચેરાપૂંજીમાં 5184 મિમી વરસાદ થયો એટલે કે મહાબળેશ્વરથી 571 મિમી ઓછો.

આ રાજ્યોમાં આજે પણ ભારે વરસાદની સંભાવના

આ રાજ્યોમાં આજે પણ ભારે વરસાદની સંભાવના

આ પહેલા ભારતીય હવામાન વિજ્ઞાન વિભાગે આજે દેશના ગુજરાત, કોંકણ, ગોવા, કર્ણાટક, છત્તીસગઢ, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, જમ્મુ કાશ્મીર, હિમાચલમાં ભારે વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરી છે. એટલુ જ નહિ દેશના બાકીના બધા સ્થળોએ ચોમાસુ યથાવત રહેશે. 13 ઓગસ્ટ બાદ દિલ્લી-એનસીઆરમાં શુક્રવારે આંશિક વાદળ છવાયેલા રહેવા સાથે ધુમ્મસનો દોર ચાલુ રહી શકે છે. શુક્રવારે સવારે અહીં હવામાન ઘણુ સુહાનુ રહી શકે છે. સવારે 28 ડિગ્રી સેલ્સિયલ તાપમાન નોંધવામાં આવ્યુ. હવામાન વિજ્ઞાન વિભાગ અનુસાર દિલ્લીમાં 13 ઓગસ્ટ બાદ જ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X