Rain Alert: દેશના આ 5 રાજ્યોમાં આજે ભારેથી અતિ ભારે વરસાદની ચેતવણી
ભારતીય હવામાન વિભાગે પોતાના લેટેસ્ટ બુલેટિનમાં આગામી બે દિવસમાં ઉત્તરાખંડ, ઉત્તરપ્રદેશ, હિમાચલ પ્રદેશ, જમ્મુ કાશ્મીર, પંજાબ, હરિયાણા અને ચંદીગઢમાં ભારે વરસાદની ચેતવણી જાહેર કરી છે. હવામાન વિભાગ મુજબ 18 જુલાઈ બાદ ઓડિશા અને છત્તીસગઢના અમુક ભાગોમાં ભારે વરસાદ થઈ શકે છે. વળી, આગામી 3-4 દિવસમાં મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ અને તેલંગાનામાં ઓછો વરસાદ થવાની સંભાવના છે.
આ પણ વાંચોઃ Birthday: આ છે પ્રિયંકા ચોપડા માટે અસલી સુપરસ્ટાર, જુઓ પ્રિયંકાના અનસીન Pics

5 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી
આ ઉપરાંત હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, ઉત્તરી પંજાબ, ઉત્તરી હરિયાણા, ચંદીગઢ, ઉત્તરી ઉત્તર પ્રદેશ, છત્તીસગઢ, ઓડિશા, લક્ષદ્વીપ, તમિલનાડુ, પુડુચેરી એન્ડ કરાઈકલ, કોંકણ એન્ડ ગોવા, કોસ્ટલ આંધ્રપ્રદેશ એન્ડ યનમ, અંડમાન એન્ડ નિકોબાર આઈલેન્ડ્સ અને દક્ષિણ કર્ણાટકમાં આજે ભારે વરસાદ થવાના અણસાર છે.

અહીં પણ થઈ શકે છે વરસાદ
આ ઉપરાંત છત્તીસગઢ, ઓડિશા, લક્ષદ્વીપ, તમિલનાડુ, પુડુચેરી એન્ડ કરાઈકલ, કોંકણ એન્ડ ગોવા, કોસ્ટલ આંધ્ર પ્રદેશ, અંડમાન એન્ડ નિકોબાર આઈલેન્ડ્સ અને દક્ષિણ કર્ણાટકમાં આજે ભારે વરસાદ થવાના અણસાર છે.

દિલ્લી-એનસીઆરને મળી રાહત
દિલ્લી-એનસીઆરમાં થયેલા વરસાદે અહીંનુ વાતાવરણ ખુશનુમા બનાવી દીધુ છે. દિલ્લીમાં આજે પણ સવારે વરસાદ થયો છે જેના કારણે તાપમાનમાં ઘટાડો નોંધવામાં આવ્યો છે. અહીં લઘુત્તમ તાપમાન હવામાનના સમાન્ય સરેરાશથી ત્રણ ડિગ્રી ઓછુ 24 ડિગ્રી સેલ્સિયસ નોંધવામાં આવ્યુ જ્યારે સોમવારે લઘુત્તમ તાપમાન 26.6 અને મહત્તમ તાપમાન 34.7 ડિગ્રી સેલ્સિયસ નોંધવામાં આવ્યુ હતુ. દિલ્લી-એનસીઆરમાં આજે પણ વરસાદના અણસાર છે.
|
કેરળમાં થઈ શકે છે ભારે વરસાદ
હવામાન વિભાગનું અનુમાન છે કે આગામી 24 કલાક દરમિયાન કેરળ અને કોસ્ટલ કર્ણાટકમાં ભારેથી અતિ ભારે વરસાદ થઈ શકે છે. હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, ઉત્તરી પંજાબ, ઉત્તરી હરિયાણા, ચંદીગઢ, ઉત્તરપૂર્વ ઉત્તર પ્રદેશ, છત્તીસગઢ, ઓડિશા, લક્ષદ્વીપ, તમિલનાડુ, પુડુચેરી એન્ડ કરાઈકલ, કોંકણ એન્ડ ગોવા, કોસ્ટલ આંધ્રપ્રદેશ એન્ડ યનમ, અંડમાન એન્ડ નિકોબાર આઈલેન્ડ્સ અને દક્ષિણી કર્ણાટકમાં ભારે વરસાદની સંભાવના છે.