For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

યુપી-બિહારમાં વાદળછાયું વાતાવરણ, વરસાદ પડવાની શક્યતા

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, લખનઉ, પટના, 28 માર્ચઃ હોલીના ગુલાલના વાદળો હજી સંપૂર્ણપણે હટ્યા નથી, ત્યાં વરસાદી વાદળોએ યુપી, બિહાર અને દિલ્હીના ઘણા વિસ્તારોને ઘેરી લીધા છે. ગઇ કાલે ધમધોકાર તડકાં પછી રાજધાનીની આસપાસના વિસ્તારોમાં વાદળ છવાઇ જતા તાપમાનમાં ઘટાડો થયો છે. મુંબઇમાં પણ સવારથી વાદળાની આવન-જાવન ચાલું છે.

આ મોસમ સોહામણું થઇ ચૂક્યું છે. દિલ્હીમાં સાવરે ન્યૂનતમ તાપમાન સામાન્યથી બે ડિગ્રી નીચે 16 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે. દિવસમાં હળવો વરસાદ થવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે. ભારત મોસમ વિજ્ઞાન વિભાગના એક અધિકારીએ જણાવ્યું કે દિવસમાં આંશિક રીતે વાદળો છવાયેલા રહેશે. રાજધાનીના કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ અને અધિકતમ તાપમાન 31 ડિગ્રી સેલ્સિયસની નજીક રહે તેવી સંભાવના છે.

whether-change
યુપી બિહારમાં ફુંકાશે પવનો

બિહાર અને પૂર્વિય ઉત્તર પ્રદેશમાં હોળી મનાવવામાં આવી રહી છે. તેવામાં છવાયેલા વાદળો હોળીના રંગમાં ભંગ પાડી શકે છે. હોળીના એક દિવસ બાદ ઉત્તર પ્રદેશના વાતાવરણમાં ફેરબદલ જોવા મળી રહ્યો છે. લખનઉ અને આસપાસના વિસ્તારોમાં આંશિક રીતે વાદળો છવાયેલા રહેશે. મોસમ વિભાગે જણાવ્યા પ્રમાણે આગામી 24 કલાક વાદળ છવાયેલા રહે તેવા અનુમાન છે.

મોસમ વિભાગનું અનુમાન છે કે યુપીમાં 12થી 18 કિમી પ્રતિ કલાકની ઝડપથી પવન ફુંકાઇ શકે છે. મોસમ વધું ઠંડુ રહેશે. હળવો વરસાદ થવાની સંભાવના છે. લખનઉમાં ન્યૂનતમ તામપાન 14 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે, જ્યારે અધિકતમ તાપમાન 32 ડિગ્રી સેલ્સિયસ નોંધાય તેવી આશા છે. રાજધાની ઉપરાંત વારાણસીમાં ન્યૂનતમ તાપમાન 13 ડિગ્રી સેલ્સિયસ, અલ્હાબાદનું 14.5 ડિગ્રી સેલ્સિસયસ અને કાનપુરનું 14 ડિગ્રી સેલ્સિસયસ તાપમાન નોંધાયું છે.

પટના મોસમ વિજ્ઞાન કેન્દ્ર અનુસાર, ભાગલપુરમાં ગુરુવારે ન્યૂનતમ તાપમાન 24.6 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે, જ્યારે પટના અને ગયામાં ગુરુવારે સવારે તાપમાન 19.1 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે. પટનાનું બુધવારે અધિકતમ તાપમાન 34.4 ડિગ્રી સેલ્સિયસ નોંધાયુ છે, જ્યારે એ જ દિવસે ભાગલપુરનું અધિકતમ તાપમાન 35.0 ડિગ્રી અને ગયાનું 35.5 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું છે. અનુમાન છે કે આગામી 24 કલાક દરમિયાન રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદ થઇ શકે છે.

English summary
Weather has been drastically changed in many parts of Uttar Pradesh, Bihar and Delhi. There is a possibility of rain there.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X