Cyclone Amphan: ભયંંકર ચક્રવાતી તોફાનનો ખતરો, તેજ વરસાદની સંભાવના
નવી દિલ્હીઃ આખો દેશ હાલ કોરોના વાયરસના સંક્રમણ સામે લડી રહ્યો છે, આ વાયરસે અત્યાર સુધી હજારો લોકોના જીવ લઈ લીધા છે. પરંતુ હવે કોરોના બાદ તોફાન Amphanનો ખતરો દેશમાં મંડરાઈ રહ્યો છે. હવામાન વિભાગ તરફથી કહેવામાં આવ્યુ કે આ તોફાન હવે દક્ષિણ પૂર્વ બંગાળમાં ઓછા દબાણનો ક્ષેત્ર હવે ડિપ્રેશનમાં તબ્દીલ થઈ ચૂક્યો છે. આગલા 12 કલાકમાં આ ભયંકર સમુદ્રી તોફાનમાં તબ્દીલ થઈ શકે છે અને 18 મેના રોત ભયંકર તોફાનનું રૂપ લઈ શકે છે.

માછીમારોને પાછા ફરવા કહેવામા આવ્યું
હવામાન વિભાગ તરફથી કહેવામાં આવ્યું કે ચક્રવાતી તોફાન 17 મેના રોજ ઉત્તરથી થતા ઉત્તર પશ્ચિમ તરફ વધશે અને તે બાદ 18થી 20 મેના રોજ આ પશ્ચિમ બંગાળ, ઓરિસ્સા તરફ જશે. હવામાન વિભાગ તરફથી માછીમારોને ચેતાવણી આપવામાં આવી છે કે તે ઉત્તર બંગાળની ખાડી, પશ્ચિમ બંગાળ ઓરિસ્સામાં 18 મેથી 21 મે સુધી માછલી પકડવા માટે ના જાવ. સાથે જ જે લોકો સમુદ્રમાં છે, તેમને 17 મે સુધીમાં તટ પર આવી જવાની સલાહ આપવામાં આવી છે.

બંગાળ, ઓરિસ્સામાં ખતરો મંડરાઈ રહ્યો છે
હવામાન વિભાગનું કહેવું છે કે જો આ ચક્રવાતી તોફાન તરીકે વિકસિત થયું તો આ 17 મેના રોજ ઉત્તર પૂર્વથી ઉત્તર પશ્ચિમ તરફ વધશે. ચક્રવાતી તોફાન Amphanની હાલમાં 20 કિમી પ્રતિ કલાકની ગતિ છે અને આ સમુદ્રમાં સક્રીય છે. લૈંડફાલના સમયે 160 કિમી પ્રતિ કલાકની ગતિએ હવા ચાલી શકે તેવું માનવામાં આવી રહ્યું છે અને તેજ વરસાદ થઈ શકે છે. જેની સીધી અસર પશ્ચિમ બંગાળ, ઓરિસ્સા, અંદામાન નિકોબાર પર જોવા મળશે.

આગલા 2-3 દિવસ મહત્વના
અંદામાન નિકોબાર દ્વીપ સમૂહમાં આજે અને કાલે ભારે વરસાદ થઈ શકે છે. જેની સાથે જ ઓરિસ્સા અને પશ્ચિમ બંગાળના તટીય વિસ્તોરમાં પણ તેજ વરસાદની સંભાવના છે. હાલાતને જોતા તમામ માછીમારોને તટ પર પરત ફરવા માટે કહેવામાં આવ્યું છે. જ્યારે આધ્ર પ્રદેશમાં પણ તટી વિસ્તારોમાં ચક્રવાતી તોફાનને અલર્ટ કરવામાં આવ્યું છે. 2-3 દિવસમાં અહીં પણ ભારે વરસાદ થઈ શકે છે.
Coronavirus: સ્વાસ્થ્ય મંત્રાલયે શહેરી વિસ્તારો માટે નવી ગાઈડલાઈન જાહેર કરી