For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આવનારા ત્રણ દિવસમાં રાજસ્થાનમાં થશે ભારે વરસાદ, ગરમીથી રાહત

દેશના ઘણા ભાગમાં વરસાદે ગરમીથી રાહત અપાવી છે. ઉત્તરપ્રદેશ, ઉત્તરાખંડ સહીત મહારાષ્ટ્ર અને રાજસ્થાનમાં પણ પણ ચોમાસુ આવી ગયું છે.

By Prajapati Anuj
|
Google Oneindia Gujarati News

દેશના ઘણા ભાગમાં વરસાદે ગરમીથી રાહત અપાવી છે. ઉત્તરપ્રદેશ, ઉત્તરાખંડ સહીત મહારાષ્ટ્ર અને રાજસ્થાનમાં પણ પણ ચોમાસુ આવી ગયું છે. હવામાન વિભાગ ઘ્વારા જણાવવામાં આવ્યું છે કે આવનારા ત્રણ દિવસમાં રાજસ્થાનમાં વરસાદ થશે. વરસાદથી લોકોને ગરમી અને લૂ સામે રાહત મળશે.

હળવો વરસાદ થઇ શકે છે

હળવો વરસાદ થઇ શકે છે

હવામાન વિભાગ ઘ્વારા જણાવવામાં આવ્યું છે કે આવનારા થોડા જ દિવસોમાં રાજસ્થાનના લોકોને ગરમીથી રાહત મળશે. આવનારા ત્રણ દિવસમાં રાજસ્થાનમાં વરસાદ થઇ શકે છે. હળવો વરસાદ થવાથી ગરમી અને લૂ સામે રક્ષણ મળશે. હવામાન વિભાગ અનુસાર 15 થી 20 જૂન વચ્ચે રાજસ્થાનમાં ચોમાસુ આવી શકે છે.

આ કારણે ચોમાસુ મોડું આવશે

આ કારણે ચોમાસુ મોડું આવશે

હવામાન વિભાગે જણાવ્યું કે જો ચોમાસુ આ ગતિએ આગળ વધ્યું તો 25 અથવા 26 જૂને જયપુર પહોંચી શકે છે. આશા કરવામાં આવી રહી છે કે આ વખતે ચોમાસામાં સારો વરસાદ થશે. હવામાન વિભાગ અનુસાર આ વખતે વધારે ગરમી પડવાથી હવામાં નમી ઓછી થઇ ગયી છે. જેને કારણે ચોમાસુ પ્રદેશમાં મોડું આવી રહ્યું છે. સામાન્ય રીતે 10 જુનની આસપાસ ચોમાસાનો વરસાદ શરૂ થઇ જાય છે.

મહારાષ્ટ્રમાં 24 કલાકમાં ચોમાસુ આવશે

મહારાષ્ટ્રમાં 24 કલાકમાં ચોમાસુ આવશે

હવામાન વિભાગ અનુસાર ચોમાસુ આવનારા ચોવીસ કલાકમાં મહારાષ્ટ્ર પહોંચી શકે છે. મુંબઈમાં છેલ્લા કેટલાક દિવસથી વરસાદને કારણે પરેશાની થઇ રહી છે. જેના કારણે લોકોનું જીવન પ્રભાવિત થઇ રહ્યું છે. બીએમસી ઘ્વારા ચોમાસા માટે બધા જ કર્મચારીઓની રજા કેન્સલ કરી દેવામાં આવી છે.

English summary
Weather Report: Met Department Indicates Medium Rain In Rajasthan In Next Three Days
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X