• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

માર્ચમાં જ તપી રહી છે દિલ્લી, પારો પહોંચ્યો 33ને પાર, 9 રાજ્યોમાં ભારે વરસાદનુ એલર્ટ

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ માર્ચ મહિનાની શરૂઆતમાં જ પારો ચડવા લાગ્યો છે. દિલ્લીમાં હમણાં સુધી હાડ ધ્રૂજાવી દેતી ઠંડી અને ગાઢ ધૂમ્મસથી લોકો ત્રસ્ત હતા ત્યારે હવે વધતી ગરમીઓ દિલ્લીવાસીઓની ચિંતા વધારી દીધી છે. કાલે સફદરગંજમાં 33.9 ડિગ્રી સુધી ચડી ગયો. આ સામાન્ય તાપમાનથી 7 ડિગ્રી વધુ છે. ત્યારબાદ કાલનો દિવસ આ વર્ષે દિલ્લીનો સૌથી ગરમ દિવસ રહ્યો. સ્કાઈમેટે પણ દિલ્લીમાં ગરમી પડવાના અણસાર વ્યક્ત કર્યા છે. આ સાથે જ તેણે કહ્યુ છે કે આગામી 24 કલાકમાં છત્તીસગઢ, તેલંગાના, પશ્ચિમ બંગાળ, અસમ, મેઘાલય, અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, તટીય કર્ણાટક અને સૌરાષ્ટ્ર તેમજ કચ્છના અમુક ભાગોમાં વરસાદના અણસાર છે. પશ્ચિમી હિમાલયી રાજ્યોમાં અમુક સ્થાનો પર હિમવર્ષાના અણસાર દેખાઈ રહ્યા છે.

માર્ચમાં તપી રહી છે દિલ્લી

માર્ચમાં તપી રહી છે દિલ્લી

IMDએ પોતાની લેટેસ્ટ અપડેટમાં કહ્યુ છે કે હવામાનની સ્થિતિ હવે આ જ રહેવાની છે અને દિલ્લી-એનસીઆર સહિત બધી જગ્યાએ હવે ખૂબ જ ગરમી પડશે. દિલ્લીમાં આવતા સપ્તાહે પારો 34 ડિગ્રીની આસપાસ જ રહેશે. વળી, નોઈડા-ગાઝિયાબાદનો પારો આનાથી પણ વધુ રહી શકે છે. માત્ર દિલ્લી જ નહિ યુપી-એમપીમાં પણ ગરમી પડશે પરંતુ બિહાર બંને રાજ્યોની અપેક્ષાઓ થોડુ ઓછુ ગરમ રહેશે.

9 રાજ્યોમાં ભારે વરસાદનુ એલર્ટ

9 રાજ્યોમાં ભારે વરસાદનુ એલર્ટ

દિલ્લીમાં જ્યાં એક તરફ ખૂબ ગરમી પડી રહી છે ત્યાં બીજી તરફ યુપી, એમપી, અરુણાચલ પ્રદેશ, અસમ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગે ત્રણ દિવસ માટે એલર્ટ પહેલેથી જ જાહેર કરી છે. વિભાગનુ કહેવુ છે કે પાકિસ્તાનથી આવનાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે હાલમાં દેશના ઘણા રાજ્યોમાં વરસાદની સ્થિતિ બનેલી છે. પહાડો પર પણ ડિસ્ટર્બન્સના કારણે હિમવર્ષા અને વરસાદના અણસાર છે.

આ વખતે ખૂબ પડશે ગરમી

આ વખતે ખૂબ પડશે ગરમી

ઉલ્લેખનીય છે કે આઈએમડીએ પોતાના પૂર્વાનુમાનમાં પહેલેથી કહી રાખ્યુ છે કે આ વખતે માર્ચમાં જ ભીષણ ગરમી પડવાના અણસાર છે. હવામાન વિભાગે કહ્યુ કે વિષુવૃત્તીય પ્રશાંત ક્ષેત્રની ઉપર મધ્યમ લા નીનાની સ્થિતિ બનેલી છે જેના કારણે આ વખતે ગરમી ખૂબ જ પડવાની છે. વળી, બીજી તરફ આઈએમડીએ પોતાના રિપોર્ટમાં કહ્યુ છે કે વર્ષ 1901થી લઈને 2021 વચ્ચે આખા ભારતમાં સરેરાશ લઘુત્તમ તાપમાન 14.78 ડિગ્રી સેલ્સિયસ હતુ. જાન્યુઆરીનુ તાપમાન 15 ડિગ્રી સેલ્સિયસ હતુ અને આ અત્યાર સુધીનો સૌથી ગરમ જાન્યુઆરી હતો.

પીએમ મોદીને આજે મળશે આ ખાસ આંતરરાષ્ટ્રીય અવૉર્ડપીએમ મોદીને આજે મળશે આ ખાસ આંતરરાષ્ટ્રીય અવૉર્ડ

English summary
Weather: Storm alert in 9 states, mercury touching 33.9 degrees in Delhi.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X