Weather: મહાશિવરાત્રિ પર દેશના ઘણા રાજ્યોમાં વરસી શકે છે મેઘ, વાવાઝોડાની પણ સંભાવના
નવી દિલ્લીઃ ઉત્તર ભારતના હવામાનમાં ફેરફાર સતત ચાલુ છે. ભારતીય હવામાન વિભાગે પોતાની લેટેસ્ટ અપડેટમાં કહ્યુ છે કે આજે ઉત્તર ભારતના ઘણા રાજ્યોમાં ભારે વરસાદની સંભાવના છે અને આના કારણે તેણે ઘણી જગ્યાએ યલો એલર્ટ પણ જાહેર કરી છે. વિભાગે કહ્યુ કે હાલમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય છે માટે ઘણા સ્થળોએ ભારે વરસાદ અને તોફાનના અણસાર છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર રાજસ્થાનમાં જોવા મળશે માટે આઈએમડીએ ત્રણ દિવસ માટે કોટા, અજમેર અને બીકાનેરમાં આંધી-તોફાનના એલર્ટ જાહેર કર્યુ છે. વળી, અમુક જગ્યાએ કરા વૃષ્ટિની પણ સંભાવના છે.

ધૂળ ભરેલા પવનો ફૂંકાઈ શકે છે
આ દરમિયાન 30થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ધૂળ ભરેલો પવન ફૂંકાઈ શકે છે અને વિજળીઓ પણ થઈ શકે છે. એટલુ જ નહિ દિલ્લીમાં પણ હળવા વરસાદના અણસાર છે. એનસીઆરમાં પણ છૂટોછવાયો વરસાદ સંભવ છે અને આના કારણે તાપમાનમાં ઘટાડો થઈ શકે છે. દિલ્લીમાં માર્ચમાં મહત્તમ તાપમાન 38 ડિગ્રી સુધી પહોંચી શકે છે. વળી, પ્રદૂષણ પણ વધવાના અણસાર છે. વિભાગે કહ્યુ છે કે શિવરાત્રિના પર્વ પર રાજધાનીમાં મેઘ વરસી શકે છે.

દિલ્લીમાં આગલા 6 દિવસના તાપમાનનુ પૂર્વાનુમાન
ગુરુવાર - 11 માર્ચ - તાપમાન 33 ડિગ્રી
શુક્રવાર - 12 માર્ચ - તાપમાન 32 ડિગ્રી
શનિવાર - 13 માર્ચ - તાપમાન 33 ડિગ્રી
રવિવાર - 14 માર્ચ - તાપમાન 34 ડિગ્રી
સોમવાર - 15 માર્ચ - તાપમાન 35 ડિગ્રી
મંગળવાર - 16 માર્ચ - તાપમાન 35 ડિગ્રી

11થી 13 માર્ચ 2021 સુધીનુ એલર્ટ
વળી, 11થી 13 માર્ચ સુધી ઉત્તર પ્રદેશ, બિહાર, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, ઝારખંડ અને ઓરિસ્સામાં હળવો વરસાદ થઈ શકે છે. વળી, આસામ, મેઘાલય, અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, તટીય કર્ણાટક અને સૌરાષ્ટ્ર તેમજ કચ્છના અમુક ભાગોમાં ભારે વરસાદની સંભાવના છે. વળી, ક્યાંક કરાવૃષ્ટિની પણ સંભાવના છે.