
Weather: દિલ્લીમાં 2 દિવસ પછી આવશે ચોમાસુ, આ 5 રાજ્યોમાં થશે વરસાદ, જાણો હવામાન અપડેટ
નવી દિલ્લીઃ ભારતીય હવામાન વિભાગ (IMD)એ કહ્યુ છે કે સોમવાર 27 જૂન સુધીમાં દિલ્હીમાં દક્ષિણ પશ્ચિમ ચોમાસુ શરૂ થશે. IMDએ કહ્યુ કે રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં જૂનમાં તીવ્ર ગરમીનો સામનો કરવો પડ્યો છે અને આગાહી કરાયેલ વરસાદથી દિલ્હીના લોકોને રાહત મળશે. આ સાથે હવામાન વિભાગે એમ પણ કહ્યુ છે કે શનિવારે પણ દિલ્હીમાં તાપમાનમાં સતત ઘટાડો થવાની સંભાવના છે. વળી, હવામાન વિભાગે પશ્ચિમ બંગાળ, સિક્કિમ, મેઘાલય, કેરળ, કર્ણાટક જેવા રાજ્યોમાં વરસાદની વાત કરી છે. જો કે, કેરળ, કર્ણાટક જેવા દક્ષિણ ભારતના રાજ્યોમાં પહેલેથી જ સતત વરસાદ પડી રહ્યો છે.
આજે દિલ્હીમાં કેવું રહેશે હવામાન?
ભારતીય હવામાન વિભાગે કહ્યુ છે કે આજે દિલ્હીમાં તાપમાનમાં ઘટાડો થઈ શકે છે. આજે આંશિક વાદળછાયુ વાતાવરણ રહેવાની શક્યતા છે. દિલ્હીમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 24 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેશે. જ્યારે શુક્રવારે દિલ્હીમાં હવામાન સ્વચ્છ રહ્યુ હતુ.
ઉત્તર-પશ્ચિમ ભારતમાં ગરમી વધશે
હવામાન કચેરીએ સંકેત આપ્યા છે કે આગામી બે દિવસ દરમિયાન ઉત્તર-પશ્ચિમ ભારતના મોટાભાગના વિસ્તારોમાં મહત્તમ તાપમાન 2 ડિગ્રી સેલ્સિયસ વધવાની સંભાવના છે. ત્યારબાદ કોઈ નોંધપાત્ર ફેરફાર થશે નહિ.