For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Weather Updates: આકાશમાંથી વરસી રહ્યા છે આગળના ગોળા, 5 રાજ્યોમાં પડશે હવે અત્યંત ભીષણ ગરમી, ઓરેન્જ એલર્ટ જાહેર

ભારતીય હવામાન વિભાગની લેટેસ્ટ અપડેટમાં કહેવામાં આવ્યુ છે કે આ ભીષણ ગરમીથી હજુ લોકોને રાહત મળવાની નથી

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ ઉત્તરથી લઈને દક્ષિણ સુધી ગરમીનુ પ્રચંડ પ્રકોપ યથાવત છે. આકાશમાંથી આગળના ગોળા વરસી રહ્યા છે. દિલ્લીમાં છેલ્લા 12 વર્ષનો ગરમીનો રેકૉર્ડ તૂટી ગયો છે. તમને જણાવી દઈએ કે દિલ્લીમાં મહત્તમ તાપમાન 43.5 ડિગ્રી નોંધવામાં આવ્યુ છે જે એપ્રિલમાં 12 વર્ષોમાં સૌથી વધુ છે. વળી, ભારતીય હવામાન વિભાગની લેટેસ્ટ અપડેટમાં કહેવામાં આવ્યુ છે કે આ ભીષણ ગરમીથી હજુ લોકોને રાહત મળવાની નથી અને આવનારા દિવસોમાં હવે પાંચ રાજ્યોને ભયંકર ગરમીનો સામનો કરવો પડશે.

5 રાજ્યોમાં પડશે હવે ભીષણ ગરમી

5 રાજ્યોમાં પડશે હવે ભીષણ ગરમી

રાજસ્થાન, દિલ્લી, હરિયાણા, ઉત્તર પ્રદેશ અને ઓરિસ્સામાં કાલથી હીટવેવનુ એલર્ટ આગલા પાંચ દિવસ માટે જાહેર કરવામાં આવ્યુ છે. વળી, રાજસ્થાનના ઘણા વિસ્તારોમાં પારો 42ને પાર ચાલી રહ્યો છે. રાજ્યના વનસ્થલીમાં કાલે સૌથી વધુ 45.4 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધવામાં આવ્યુ. વળી, આગલા ત્રણ દિવસની અંદર અહીં પારો વધશે.

હળવો વરસાદ અને આંધી-તોફાનની સંભાવના

હળવો વરસાદ અને આંધી-તોફાનની સંભાવના

હાલમાં પ્રચંડ ગરમી વચ્ચે રાહતની વાત એ છે કે હવામાન વિભાગે કહ્યુ છે કે 4 મે બાદ સ્થિતિ બદલાશે અને અમુક સ્થળોએ હળવો વરસાદ અને આંધી-તોફાનની સંભાવના છે કારણકે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પણ સક્રિય થઈ રહ્યુ છે જેના કારણે વરસાદના અણસાર જોવા મળી રહ્યા છે. દક્ષિણ એશિયાઈ હવામાન જળવાયુ આઉટલુક ફોરમે એક દિવસ પહેલા જ કહ્યુ હતુ કે આ વખતે દક્ષિણ-પશ્ચિમ મોનસુન સિઝન(જૂન-સપ્ટેમ્બર)માં સામાન્યથી વધુ વરસાદ થવાના અણસાર છે. જેનાથી ખેડૂતોને ફાયદો થશે.

ઓરન્જ એલર્ટ જાહેર

ઓરન્જ એલર્ટ જાહેર

રાજસ્થાન, દિલ્લી, હરિયાણા, યુપી અને ઓરિસ્સામાં લૂ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે અને કહેવામાં આવ્યુ છે કે દરેકે પોતાના આરોગ્ય માટે સાવચેત રહેવાની જરુર છે. હવામાનની માહિતી આપતી ખાનગી સંસ્થા સ્કાઈમેટે કહ્યુ હતુ કે ઉત્તર ભારતમાં હવે 2 મે બાદ પ્રીમોનસુન ગતિવિધિઓ શરુ થઈ જશે અને આ વખતે મોનસુન સિઝન ઘણી સારી રહેશે. તમને જણાવી દઈએ કે દેશમાં ચોમાસુ 6 જૂન આસપાસ શરુ થાય છે.

English summary
Weather Update: IMD issues orange alert for Rajasthan, Delhi, Haryana, UP and Odisha, be Alert says IMD.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X