Weather update: આવતા 24 કલાકમાં મોનસુન પહોંચશે કેરળ, ઘણા રાજ્યોમાં વરસાદનુ એલર્ટ
નવી દિલ્લીઃ આવતા 24 કલાકમાં મોનસુન કેરળ પહોંચવા જઈ રહ્યુ છે જેના કારણે દક્ષિણ ભારતના ઘણા રાજ્યોમાં પ્રી-મોનસુન વરસાદ થઈ રહ્યો છે. વળી, બીજી તરફ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાના કારણે ઉત્તર ભારતના ઘણા રાજ્યોમાં મેઘ વરસી રહ્યા છે. વળી, દિલ્લીના તાપમાનમાં પણ ઘટાડો થયો છે જેના કારણે લોકોને ગરમીથી રાહત મળી છે.

દિલ્લીમાં મહત્તમ તાપમાન 37 ડિગ્રી રહી શકે છે
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે દિલ્હીમાં વાદળછાયુ આકાશ રહેશે અને હળવો પવન ફૂંકાશે. આજે દિલ્હીમાં મહત્તમ તાપમાન 37 ડિગ્રીની આસપાસ રહી શકે છે જ્યારે પશ્ચિમ યુપી, બિહાર, ઝારખંડ અને એમપી-છત્તીસગઢમાં વરસાદની સંભાવના છે, જેના કારણે આ રાજ્યોમાં એલર્ટ જાહેરી કરવામાં આવ્યુ છે. આ રાજ્યોમાં હળવો વરસાદ પણ પડી શકે છે. યુપી, ઉત્તરાખંડ અને હિમાચલમાં જ્યારે કાશ્મીરમાં પણ મધ્યમ વરસાદની શક્યતા છે.

વરસાદ થવાની સંભાવના
બિહારમાં આજે જે સ્થળોએ વરસાદની સંભાવના છે તેમાં છે પૂર્વ ચંપારણ, પશ્ચિમ ચંપારણ, ગોપાલગંજ, મધુબની, શિયોહર, સીતામઢી, દરભંગા, જ્યારે પડોશી રાજ્યો ઉત્તર પ્રદેશના મેરઠ, બુલંદશહર, મુરાદાબાદ, સહારનપુર, સિદ્ધાર્થનગર, કુશીનગર, દેવરિયામાં વરસાદ પડી શકે છે.

રાજસ્થાન અને ગુજરાતમાં લૂ માટે એલર્ટ
રાજસ્થાન અને ગુજરાતમાં હીટ વેવ માટે એલર્ટ છે ત્યારે આ બંને રાજ્યોમાં લોકોને ધૂળની ડમરીઓનો સામનો કરવો પડી શકે છે. જ્યારે દક્ષિણના રાજ્યો કર્ણાટક, કેરળ, તમિલનાડુમાં ભારે વરસાદની સંભાવના છે.

કર્ણાટક, કેરળમાં વરસશે વાદળો
ખાનગી હવામાન એજન્સી સ્કાયમેટે કહ્યુ છે કે આજથી આગામી 24 કલાકમાં કર્ણાટક, કેરળ, આંદામાન-નિકોબાર, સિક્કિમ, પશ્ચિમ આસામ, છત્તીસગઢ, તેલંગાના અને પૂર્વ બિહારમાં હળવા વરસાદની સંભાવના છે.
|
27 મેએ કેરળ પહોંચશે ચોમાસુ
ચોમાસા વિશે IMD મુંબઈના હેડ જયંત સરકારે મીડિયાને જણાવ્યુ કે આ વખતે ચોમાસાનો વરસાદ સામાન્ય રહેવાની અપેક્ષા છે. અમે 99% વરસાદની અપેક્ષા રાખીએ છીએ. કેરળમાં 27 મેના રોજ ચોમાસાની શરૂઆત થવાની સંભાવના છે. આગામી 5 દિવસમાં કોંકણ અને ગોવા વિસ્તારમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.