Weather: ઉત્તર પશ્ચિમ અને મધ્ય ભારતમાં ગરમીથી રાહત નહિ, મહારાષ્ટ્ર-ઓરિસ્સા સહિત આ રાજ્યોમાં થશે હળવો વરસાદ
નવી દિલ્લીઃ દેશભરમાં છેલ્લા 24 કલાકમાં લગભગ બધા રાજ્યોમાં હળવો વરસાદ શરુ થયો. ઉત્તર-પૂર્વ અને ઉત્તર રાજસ્થાન, પંજાબ, હરિયાણા, દિલ્લી, ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશના અમુક ભાગોમાં હળવો વરસાદ અને ધૂળ ભરેલી આંધી દેખાઈ. પરંતુ આનાથી શનિવાર(23 એપ્રિલ)ના રોજ ઉત્તર પશ્ચિમ અને મધ્ય ભારતમાં ગરમીથી રાહત નહિ મળે. ઉત્તર પશ્ચિમ અને મધ્ય ભારતમાં દિવસનુ તાપમાન વધવાનુ શરુ થઈ જશે અને લૂ પણ ચાલશે. જો કે, આ સાથે જ મહારાષ્ટ્ર, ઓરિસ્સા સહિત અમુક રાજ્યોમાં આવનારા 24 કલાકમાં વરસાદ થઈ શકે છે.

કેવી છે આજની હવામાનની સિસ્ટમ
સ્કાઈમેટના જણાવ્યા મુજબ ઉત્તર પાકિસ્તાન ઉપર એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ બનેલુ છે જેની અસર ભારતમાં પણ જોવા મળશે. વળી, પ્રેરિત ચક્રવાતી પવનનુ ક્ષેત્ર પંજાબ અને આસપાસના ક્ષેત્રો પર બનેલુ છે. વળી, આસામ અને આસપાસના વિસ્તારો પર એક ચક્રવાતી પવનનુ ક્ષેત્ર બનેલુ છે. એક ટ્રફ રેખા પૂર્વોત્તર મધ્ય પ્રદેશથી તેલંગાના થઈને વિદર્ભ સુધી જઈ રહી છે.

કેવુ રહેશે આજનુ હવામાન
આવતા 24 કલાકમાં પૂર્વોત્તર ભારત, સિક્કિમ અને કેરળના અલગ-અલગ ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદ થઈ શકે છે. વળી, પશ્ચિમ હિમાલય, ઓરિસ્સાના અમુક ભાગો, દક્ષિણ છત્તીસગઢ અને કર્ણાટકમાં હળવાથી મધ્યમ વરસાદ સંભવ છે. આ ઉપરાંત તેલંગાના, મહારાષ્ટ્ર, તમિલનાડુના અમુક ભાગો અને અંદમાન અને નિકોબાર દ્વીપ સમૂહ અને લક્ષદ્વીપના અલગ-અલગ ભાગોમાં હળવો વરસાદ થઈ શકે છે. વળી, ઉત્તર પશ્ચિમ અને મધ્ય ભારતમાં ગરમી પડશે અને લૂનો પણ પ્રકોપ ચાલુ રહેશે.

દેશના દરેક રાજ્યમાં નોંધાયો પ્રી મોનસુન
દેશના લગભગ બધા રાજ્યોમાં વરસાદ થયો જેને તમે પ્રી મોનસુન કહી શકો છો. છેલ્લા 24 કલાકમાં દેશના મોટાભાગના ભાગોમાં લૂનો પ્રકોપ અટકી ગયો હતો. દિલ્લીમાં પણ ધૂળ ભરેલા પવનો અને ગાજવીજ સાથે પ્રી મોનસુનનો વરસાદ જોવા મળ્યો. આ સિઝનનો પહેલો પ્રી મોનસુન વરસાદ હતો. શહેરમાં ગઈ વખતે 26 ફેબ્રુઆરીએ વરસાદ નોંધવામાં આવ્યો હતો. આ ઉપરાંત જ્યારે શહેર ગરમીની લહેરોની સ્થિતિનો સામનો કરી રહ્યુ હતુ, આ સિઝનમાં પહેલી વાર છે જ્યારે શહેરે પોતાનુ મહત્તમ સામાન્ય સ્તરથી નીચે નોંધ્યુ છે. કાલે(શુક્રવાર)નુ તાપમાન 35.2 ડિગ્રી રહ્યુ જે સામાન્ય સ્તરથી 3 ડિગ્રી ઓછુ છે.
સિક્કિમ, આસામ અને મેઘાલય અને ઉત્તર આંતરિક કર્ણાટક, પશ્ચિમ હિમાલય, છત્તીસગઢ, આંતરિક કર્ણાટક અને કેરળમાં પણ હળવાથી મધ્યમ વરસાદ થયો હતો. પશ્ચિમ બંગાળ, ઝારખંડના અમુક ભાગો, ઓરિસ્સા, મહારાષ્ટ્ર, ગુજરાત, મધ્ય પ્રદેશ, તેલંગાના, તમિલનાડુ અને અંદમાન અને નિકોબાર દ્વીપ સમૂહના અલગ-અલગ ભાગોમાં હળવો વરસાદ થયો.