For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Weather Update: દિલ્લીને મળશે ભીષણ ગરમીથી થોડી રાહત! આંધી-વરસાદની સંભાવના

હવામાન વિભાગે દિલ્લી અને આસાપાસના વિસ્તારોમાં બપોર બાદ ઝડપી પવનો સાથે વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરી છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ ધોમધખતી ગરમીની મોસમ આવી ગઈ છે. કોરોના વાયરસના સંકટ વચ્ચે લતત વધતા તાપમાને લોકોની મુશ્કેલીઓ વધારી દીધી છે. દેશની રાજધાની દિલ્લીના તાપમાનની વાત કરીએ તો અહીં મહત્તમ પારો 41.5 ડિગ્રી સેલ્સિયસને સ્પર્શી ચૂક્યો છે. વળી, તડકા અને ગરમ પવનના કારણે ઘરની અંદરનુ તાપમાન પણ વધી ગયુ છે. જો કે શનિવારે અને રવિવારે આકાશમાં હળવા વાદળો છવાયેલા રહ્યા જેનાથી હવામાનમાં થોડુ નરમીના કારણે ગરમીથી રાહત મળી છે. હવામાન વિભાગે દિલ્લી અને આસાપાસના વિસ્તારોમાં બપોર બાદ ઝડપી પવનો સાથે વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરી છે.

rain

હવામાન વિભાગના જણાવ્યા મુજબ રવિવારે દિલ્લીમાં લઘુત્તમ તાપમાન 24.8 ડિગ્રી સેલ્સિયસ રેકૉર્ડ કરવામાં આવ્યુ. વળી, મહત્તમ તાપમાન 40 ડિગ્રી સેલ્સિયલની આસપાસ રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આ ઉપરાંત આકાશમાં છવાયેલા વાદળોના કારણે બપોર બાદ વરસાદની પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગે સવારે લગભગ 8 વાગે હવામાં ભેજનુ સ્તર 46 ટકા નોંધ્યુ હતુ ત્યારબાદ આ ભવિષ્યવાળી કરવામાં આવી છે. જો વરસાદ અને હવામાનમાં ફેરફાર આવશે તો દિલ્લીવાળાને જરૂર ગરમી અને લૂમાંથી રાહત મળશે.

Assembly Elections Results: પાંચે રાજ્યોમાં ક્યાં કોણ જીત્યુAssembly Elections Results: પાંચે રાજ્યોમાં ક્યાં કોણ જીત્યુ

તમને જણાવી દઈએ કે શનિવારે પણ આકાશમાં વાદળો છવાયેલા રહ્યા અને હવામાં ભેજ નોંધવામાં આવ્યો. હવામાન વિભાગે એ દિવસે પણ વરસાદની સંભાવના વ્યક્ત કરી હતી. આઈએમડીએ કહ્યુ હતુ કે દિલ્લી-એનસીઆરમાં 20થી 30 કિમી પ્રતિ કલાકની ઝડપે પવનો ફૂંકાઈ શકે છે. રાજધાનીની આસપાસના વિસ્તારમાં હવામાનમાં ફેરફાર ચાલુ રહેશે. દિલ્લીમાં હળવા વરસાદ અને ઠંડા પવનોથી સામાન્ય જનને ભીષણ ગરમીથી થોડી રાહત મળશે. તમને જણાવી દઈએ કે 29 એપ્રિલની રાતે અચાનક હવામાનમાં બદલાવ આવ્યો હતો. ઘણા વિસ્તારોમાં હળવો વરસાદ પણ થયો હતો.

English summary
Weather Update: Possibility of storm and rain in Delhi, will get relief from heat
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X