For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સપ્ટેમ્બરમાં વરસાદે તોડ્યો રેકૉર્ડ, વૈજ્ઞાનિકો પણ ચોંક્યા, વિલંબથી વિદાય લેશે ચોમાસુ

ભારતીય હવામાન વિભાગના જણાવ્યા મુજબ સપ્ટેમ્બર મહિનામાં વરસાદે રેકૉર્ડ તોડી દીધા છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ દેશમાં ઘણા રાજ્યોમાં ભારે વરસાદના કારણે જીવન અસ્તવ્યસ્ત થઈ ગયુ છે. વળી, ભારતીય હવામાન વિભાગના જણાવ્યા મુજબ સપ્ટેમ્બર મહિનામાં વરસાદે રેકૉર્ડ તોડી દીધા છે. દેશના રાજ્યોમાં માત્ર 20 દિવસની અંદર જે રીતે વરસાદ થયો છે તેનાથી વૈજ્ઞાનિકો પણ ચોંકી ગયા છે. વિભાગના જણાવ્યા મુજબ સપ્ટેમ્બરમાં અત્યાર સુધી સામાન્યથી 27 ટકા વરસાદ થઈ ચૂક્યો છે અને આવનારા 10 દિવસોમાં ઘણા રાજ્યોમાં ભારે વરસાદના અણસાર છે.

વરસાદમાં સામાન્યથી 9 ટકાનો ઘટાડો

વરસાદમાં સામાન્યથી 9 ટકાનો ઘટાડો

ઓગસ્ટમાં ઘણી જગ્યાએ ચોમાસાએ બ્રેક લીધો હતો જ્યારે અમુક સ્થળોએ વિલંબથી પહોંચ્યો હતો જેના કારણે ઓગસ્ટના અંતમાં વરસાદ સામાન્યથી લગભગ 9 ટકા ઘટાડો જોવા મળ્યો હતો પરંતુ સપ્ટેમ્બરમાં વરસાદે બધી ખોટ પૂરી કરી દીધી. તમને જણાવી દઈએ કે ઓગસ્ટના મહિનામાં હવામાન વિભાગે અનુમાન વ્યક્ત કર્યુ હતુ કે આ વખતે ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં જોરદાર વાદળો વરસશે પરંતુ કોઈને અંદાજ નહોતો કે વરસાદ આ રીતે થશે જેનાતી સામાન્ય જનજીવન આ રીતે અસ્તવ્યસ્ત થઈ જશે.

વિલંબથી જશે ચોમાસુ

વિલંબથી જશે ચોમાસુ

તમને જણાવી દઈએ કે બંગાળની ખાડીમાં હાલમાં એક લો પ્રેશર એરિયા બનેલો છે જેના કારણે સંભાવના છે કે ચોમાસાએ કમબેક કર્યુ હોય જે સામાન્ય રીતે 17 સપ્ટેમ્બરથી શરૂ થતો હોય છે. વર્ષ 2019માં દક્ષિણ-પશ્ચિમ ચોમાસાએ 9 ઓક્ટોબરે વાપસી શરૂ કરી હતી. વળી, ગયા વર્ષે ચોમાસાની વાપસી 28 સપ્ટેમ્બરે શરૂ થઈ હતી. આંકડા મુજબ 1-20 સપ્ટેમ્બર સુધી દેશના બધા ક્ષેત્રોમાં અત્યાધિક વરસાદ થયો છે. મધ્ય ભારતમાં સામાન્ય કરતા 71 ટકા વધુ અને ઉત્તર પશ્ચિમ ભારતમાં સામાન્યથી 26 ટકા વધુ વરસાદ થયો છે.

આગલા 10 દિવસ ઘણા રાજ્યોમાં ભારે વરસાદની સંભાવના

આગલા 10 દિવસ ઘણા રાજ્યોમાં ભારે વરસાદની સંભાવના

હવામાન વિભાગના મહાનિર્દેશક મૃત્યુંજય મહાપાત્રએ કહ્યુ છે કે આગલા 10 દિવસ સુધી ઉત્તર ભારતથી મોનસુન વાપસીના કોઈ સંકેત નથી કારણકે ઉત્તર પશ્ચિમ ભારતથી ચોમાસાની વાપસી ત્યારે થાય છે જ્યારે ક્ષેત્રમાં સતત પાંચ દિવસ સુધી વરસાદની ગતિવિધિ બંધ થઈ જાય છે પરંતુ આગલા 10 દિવસ સુધી દેશમાં ઘણા રાજ્યોમાં ભારે વરસાદની સંભાવના છે. ચોમાસાની વાપસી ઓક્ટોબરમાં જ થવાના અણસાર દેખાઈ રહ્યા છે.

English summary
Weather Update: Rain breaks record in September, excess rain in the country in September, monsoon will leave late.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X