દેશના મોટાભાગના રાજ્યોમાં આવતા 24 કલાકમાં થશે વરસાદ, જાણો કેવુ રહેશે હવામાન
નવી દિલ્લીઃ દેશભરના મોટાભાગના રાજ્યોમાં છેલ્લા 24 કલાકામાં વરસાદ થયો છે અને તાપમાન ઓછુ રહ્યુ છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ 7 મે અને આવનારા 24 કલાકમાં દેશભરમાં વરસાદ થશે. દક્ષિણ અંદમાન સાગર ઉપર ચક્રવાતી તોફાનના પ્રભાવમાં દક્ષિણ અંદમાન સાગર અને દક્ષિણ-પૂર્વ બંગાળની ખાડી આસપાસના વિસ્તારોમાં એક ઓછા દબાણનુ ક્ષેત્ર બની ગયુ છે. તે ઉત્તર-પશ્ચિમ દિશામાં વધવાની આશા છે અને આગલા 48 કલાકમાં એક દબાણમાં તેજ થઈ શકે છે. આઈએમડીના જણાવ્યા મુજબ પૂર્વોત્તર મધ્ય પ્રદેશની ઉપર એક ચક્રવાતી હવાઓનુ ક્ષેત્ર બનેલુ છે. એક અન્ય ટ્રફ રેખા ચક્રવાતી હવાઓના ક્ષેત્રથી મધ્ય પ્રદેશની ઉપર છત્તીસગઢ, ઝારખંડ અને પશ્ચિમ બંગાળ થઈને મેઘાલય સુધી ફેલાયેલી છે.

કેવુ રહેશે આજનુ તાપમાન
શનિવાર અને આવતા 48 કલાક દરમિયાન અંદમાન અને નિકોબાર દ્વીપ સમૂહમાં મધ્યમથી ભારે વરસાદની સંભાવના છે. આવતા બે દિવસો સુધી અંદમાન સાથે-સાથે દક્ષિણ-પૂર્વ બંગાળની ખાડીમાં સમુદ્રની સ્થિતિ બહુ ખરાબ રહેશે. હવાની ગતિ 40થી 50 કિમી પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે. વળી, આસામ, મેઘાલય, અરુણાચલ પ્રદેશ, કેરળ, કર્ણાટકના અમુક ભાગો, તટીય ઓરિસ્સા અને પશ્ચિમ બંગાળના અમુક ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદ થઈ શકે છે. આ ઉપરાંત બાકી પૂર્વોત્તર રાજ્ય ભારત, બિહાર, ઝારખંડ, આંધ્ર પ્રદેશ, આંતરિક કર્ણાટક અને પશ્ચિમી હિમાલયમાં હળવો વરસાદ સંભવ છે.

રાજસ્થાનમાં લાગેશે લૂ
રાજસ્થાનના અમુક ભાગોમાં 7 મે સુધી લૂ શરુ થઈ શકે છે. જો કે છેલ્લા 24 કલાકમાં રાજસ્થાનમાં ધૂળ ભરેલી આંધી અને ગાજવીજ સાથે હળવો વરસાદ થયો હતો. છેલ્લા 24 કલાક દરમિયાન ગંગીય પશ્ચિમ બંગાળ, અંદમાન અને નિકોબાર દ્વીપ સમૂહ અને કેરળ, તટીય ઓરિસ્સા અને કર્ણાટકના અલગ-અલગ ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદ થયો હતો.

ઝારખંડ અને પૂર્વ બિહારમાં પણ થયો વરસાદ
બાકીના હિસ્સાઓ ઉપ-હિમાલયી પશ્ચિમ બંગાળ, ઓરિસ્સા, ઝારખંડ અને પૂર્વ બિહારમાં હળવાથી મધ્યમ વરસાદ થયો. વળી, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, તટીય આંધ્ર પ્રદેશ અને દક્ષિણ પૂર્વ ઉત્તર પ્રદેશ, દક્ષિણ આંતરિક કર્ણાટક, લક્ષદ્વીપ અને તમિલનાડુના અલગ-અલગ સ્થળોએ હળવો વરસાદ થયો.