કડકડતી ઠંડી અને પ્રદૂષણથી પરેશાન દિલ્લી, પારો 4 ડિગ્રી ઘટવાના અણસાર, યલો એલર્ટ જાહેર
નવી દિલ્લીઃ સોમવારે પણ દિલ્લીની હવાની ક્વૉલિટી ઘણી ખરાબ છે. વળી, અહીં ઠંડી ચરમ સ્તર પર છે. ભારતીય હવામાન વિભાગને કહ્યુ છે કે દિલ્લીમાં આજે લઘુત્તમ તાપમાન 4 ડિગ્રી સેલ્સિયસ સુધી નીચે ઘટવાની આશા છે. હાલમાં દિલ્લી ઠંડીના કારણે ઠુઠવાઈ રહ્યુ છે. આજે સવારે અહીં લઘુત્તમ તાપમાન 3.2 ડિગ્રી સેલ્સિયસ નોંધવામાં આવ્યુ. હવામાન વિભાગે કહ્યુ કે દિલ્લી આજે અને કાલે શીત લહેરની ચપેટમાં પણ રહી શકે છે. હવામાન વિભાગે અહીં યલો એલર્ટ જાહેર કર્યુ છે.

આજે લઘુત્તમ તાપમાન 4 ડિગ્રી સેલ્સિયસ સુધી ઘટવાની આશા
ભારતીય હવામાન વિભાગ(IMD)અનુસાર રાષ્ટ્રીય રાજધાનીમાં શીત લહેરની સ્થિતિ ચાલુ રહેવાના કારણે આજે લઘુત્તમ તાપમાન 4 ડિગ્રી સેલ્સિયસ સુધી ઘટવાની આશા છે. આજે પણ દિલ્લીનો સરેરાશ એર ક્વૉલિટી ઈન્ડેક્સ(AQI) 300ને પાર જ છે કે જે ખૂબ ખરાબ શ્રેણીમાં આવે છે. વાયુ ગુણવત્તા અને હવામાન પૂર્વાનુમાન અને અનુસંધાન પ્રણાલી(SAFAR)એ આ અંગે માહિતી આપી દીધી છે. રવિવારે પહેલી વાર દિલ્લીનુ તાપમાન 4 ડિગ્રી નીચે જતુ રહ્યુ હતુ.

દિલ્લીમાં વધી ઠંડી
હાલમાં હવામાન વિભાગે કહ્યુ કે પહાડો પર બરફ પડવા અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એક્ટિવ થવાના કારણે હાલમાં દિલ્લીમાં ઠંડી વધી ગઈ છે. આવનારા દિવસોમાં હવે કડકડતી ઠંડી પડવાની છે માટે સહુએ આરોગ્ય પ્રત્યે ઘણા સાવચેત રહેવાની જરુર છે. જો કે ત્રણ દિવસ પછી દિલ્લીની સ્થિતિ સુધરશે.

આ હતી આજે સવારે દિલ્લીમાં AQIની સ્થિતિ
પૂસા, દિલ્લી - 338 AQI - ખૂબ ખરાબ
પંજાબી બાગ - 303 AQI ખૂબ ખરાબ
શાદીપુર, દિલ્લી - 297 AQI - ખૂબ ખરાબ દિલ્લી મિલ્ક સ્કીમ કૉલોની - 248 AQI - ખૂબ ખરાબ
અશોક વિહાર, દિલ્લી - 299 AQI - ખૂબ ખરાબ
એનએસઆઈટી, દ્વારકા, દિલ્લી - 273 AQI - ખૂબ ખરાબ
લોધી રોડ, એર ક્વૉલિટી ઈંડેક્સ(AQI) 223 ખૂબ ખરાબ

મુખ્ય શહેરોનો AQI રેકૉર્ડ નીચે મુજબ રહ્યો
ગુરુગ્રામમાં AQI 331
ફરીદાબાદમાં AQI 342
ગાઝિયાબાદમાં AQI 323
ગ્રેટર નોઈડામાં AQI 334
મુરાદાબાદમાં AQI 319
આગ્રામાં AQI 321
જયપુરમાં AQI 182
લખનઉમાં AQI 280
અંબાલામાં AQI 293