For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Weather Updates: વાવાઝોડુ 'અસાની' પડ્યુ નબળુ પરંતુ ઘણા રાજ્યોમાં ભારે વરસાદની સંભાવના

વાવાઝોડા 'અસાની'ની ગતિ પહેલાની સરખામણીમાં હવે ધીમી પડી ગઈ છે પરંતુ જોખમ હજુ ટળ્યુ નથી. વાંચો વેધર અપડેટ.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ વાવાઝોડા 'અસાની'ની ગતિ પહેલાની સરખામણીમાં હવે ધીમી પડી ગઈ છે પરંતુ જોખમ હજુ ટળ્યુ નથી. ભારતીય હવામાન વિભાગના જણાવ્યા મુજબ આ વાવાઝોડાની ગતિમાં ફેરફાર દેખાઈ રહ્યો છે. તે છેલ્લા છ કલાકમાં નબળુ પડ્યુ છે. તે આંધ્ર પ્રદેશના મછલીપટ્ટનમ અને નરસાપુરમ વચ્ચે નબળુ પડીને ઉંડા દબાણમાં ફેરવાઈ ગયુ છે. વળી, આગલા 12 કલાકમાં તે તટીય આંધ્ર પ્રદેશ પર વધુ વીક થઈ જશે. જો કે, આના કારણે આંધ્ર પ્રદેશ, કર્ણાટક, તમિલનાડુ અને તેલંગાનામાં ભારે વરસાદનો દોર ચાલુ રહેશે. આ રાજ્યોમાં પહેલેથી જ ભારે વરસાદનુ એલર્ટ ચાલુ છે.

બિહાર, ઝારખંડ, બંગાળ અને ઓરિસ્સામાં થશે વરસાદ

બિહાર, ઝારખંડ, બંગાળ અને ઓરિસ્સામાં થશે વરસાદ

વરસાદનો આ દોર દક્ષિણ ભારતમાં શુક્રવારે પણ ચાલુ રહેશે. વળી, આની અસર બિહાર, ઝારખંડ, બંગાળ અને ઓરિસ્સા પર પણ પડી રહી છે. આના કારણે આ રાજ્યોની અમુક જગ્યાઓએ આંધી-તોફાન આવી શકે છે. માટે અહીં યલો એલર્ટ આપવામાં આવ્યુ છે. હાલમાં આ રાજ્ય ગરમીનો પણ સામનો કરી રહ્યા છે. જો આ જગ્યાઓએ વરસાદ થાય તો તાપમાનમાં ઘટાડો થશે જે લોકો માટે રાહતની વાત હશે.

દિલ્લીમાં આજે તાપમાન 43 ડિગ્રીએ પહોંચશે

દિલ્લીમાં આજે તાપમાન 43 ડિગ્રીએ પહોંચશે

એક તરફ વાવાઝોડા 'અસાની'ના કારણે ઘણા રાજ્યોમાં ભારે વરસાદનુ એલર્ટ ચાલુ છે ત્યાં બીજી તરફ દિલ્લી, એમપી, પંજાબ, રાજસ્થાન અને હરિયાણામાં લૂની વાપસી થઈ શકે છે. દિલ્લીમાં આજે તાપમાન 43 ડિગ્રી સુધી પહોંચવાની સંભાવના છે.

રાજસ્થાનમાં ઓરેન્જ એલર્ટ

રાજસ્થાનમાં ઓરેન્જ એલર્ટ

હવામાન વિભાગે આગલા 3 દિવસ સુધી આ રાજ્યોમાં હીટવેવની સંભાવના વ્યક્ત કરી છે અને કહ્યુ છે કે પારો 44 ડિગ્રીએ પહોંચવાના અણસાર છે. હવામાન વિભાગે દિલ્લી, એમપી, પંજાબ અને હરિયાણામાં લૂ માટે યલો એલર્ટ અને રાજસ્થાનમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરેલુ છે. જો કે, 16 મે પછી સ્થિતિ બદલાશે અને આ રાજ્યોમાં પણ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાના કારણે વરસાદ થવાના અણસાર જોવા મળી રહ્યા છે જેનાથી લોકોને ગરમીથી રાહત મળશે.

English summary
Weather Updates: 'Asani' weakened but heavy rain in many states possible, Delhi's mercury will rise.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X