Weather Updates : અનેક રાજ્યોના હવામાનમાં પલટો, જાણો ક્યાં ક્યાં થશે વરસાદ?
Weather Updates : ઉત્તર ભારતના ઘણા રાજ્યોમાં આજે વરસાદની સંભાવના છે, પરંતુ ગરમીએ પણ પોતાનું વલણ બતાવવાનું શરૂ કર્યું છે. ભારતીય હવામાન વિભાગે તેના નવીનતમ અપડેટમાં જણાવ્યું છે કે, 11 માર્ચ અને માર્ચ દિલ્હી સહિત ઘણા રાજ્યોમાં વરસાદની સંભાવના છે, પરંતુ ઘણા રાજ્યોમાં ગરમી પણ વધી શકે છે. સક્રિય વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે દેશના ઘણા રાજ્યોમાં વરસાદની સંભાવના છે.

હળવા વરસાદની આગાહી
IMDએ જણવ્યું છે કે, 11 માર્ચ પંજાબ, હરિયાણા, બિહાર સહિત ઘણા રાજ્યોમાં હળવો વરસાદ થવાની સંભાવના છે, જ્યારે દિલ્હીમાં હવામાન સ્વચ્છ રહેશે.
આજેદિલ્હીમાં મહત્તમ તાપમાન 27 ડિગ્રીને પાર કરી ગયું છે, જ્યારે લઘુત્તમ તાપમાન પણ 17 ડિગ્રીની આસપાસ રહી શકે છે, જ્યારે જમ્મુ કાશ્મીર, લદ્દાખ, ગિલગિટ, બાલ્તિસ્તાન મુઝફ્ફરાબાદ, હિમાચલ પ્રદેશમાં 11 માર્ચના રોજ હળવો વરસાદ થવાની સંભાવના છે.
જોકે IMDએ જણાવ્યું છે કે, વરસાદ છતાં પારો વધશે, જેનાકારણે ગરમીમાં વધારો થશે.

કેરળ-તામિલનાડુમાં પણ હવામાનમાં આવશે પલટો
કેરળ-તામિલનાડુમાં પણ હવામાનમાં ભિન્નતા જોવા મળી શકે છે, જેના કારણે દક્ષિણ ભારતમાં વરસાદની સંભાવના છે. શુક્રવારના રોજ કેરળ, તમિલનાડુ, કર્ણાટક,મણિપુર, મિઝોરમ, ત્રિપુરામાં પણ વરસાદની સંભાવના છે. જ્યારે લદ્દાખ, જમ્મુ-કાશ્મીર અને હિમાચલ પ્રદેશમાં વરસાદ પડી શકે છે.

હવામાનમાં આવશે બદલાવ
જ્યારે સ્કાયમેટના જણાવ્યા અનુસાર મુંબઈ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, તમિલનાડુના ભાગો, રાયલસીમા, આંધ્રપ્રદેશ, ગિલગિટ, બાલ્ટિસ્તાન, મુઝફ્ફરાબાદ, લદ્દાખ,જમ્મુ-કાશ્મીર અને હિમાચલ પ્રદેશમાં વરસાદની સંભાવના છે.