Weather Updates: પંજાબ, હરિયાણા, ચંદીગઢમાં કોલ્ડ ડે, કાશ્મીર હાડ થીજવતી ઠંડી, જાણો હવામાનની આગાહી

Weather Updates: જમ્મુ-કાશ્મીર, પંજાબ, હરિયાણા, દિલ્હી અને યુપી સહિતના રાજ્યોમાં કાતિલ ઠંડીનો કહેર યથાવત છે. હવામાન વિભાગના લેટેસ્ટ અપડેટ મુજબ આગામી 24 કલાક સુધી ઠંડીથી રાહત મળવાની કોઈ શક્યતા નથી. ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, પંજાબના કેટલાક ભાગોમાં રાત્રે પારો નોંધપાત્ર રીતે નીચે આવી ગયો છે, જેના કારણે અહીં સામાન્ય જનજીવન ખરાબ રીતે પ્રભાવિત થઈ રહ્યું છે.

જમ્મુ-કાશ્મીરમાં છેલ્લા એક સપ્તાહથી તાપમાનમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. પંજાબ, હરિયાણા, યુપી, બિહાર જેવા ઉત્તરના અન્ય રાજ્યોમાં પણ આ જ ક્રમ ચાલુ છે. કેન્દ્રશાસિત પ્રદેશ દિલ્હીમાં હાડ થીજવતી ઠંડી યથાવત છે. દિવસ દરમિયાન, જમ્મુમાં લોકો સામાન્ય કરતા 9થી 10 ડિગ્રી ઓછા તાપમાનમાં ધ્રૂજી રહ્યા છે. શ્રીનગરમાં પણ ઠંડીના કારણે સ્થિતિ દયનીય છે.

Weather Updates

લઘુત્તમ તાપમાન 6 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેતા શુક્રવારે સવારે દિલ્હીમાં ઠંડી અને ધુમ્મસ છવાયું હતું. હવામાન વિભાગ અનુસાર, આગામી સપ્તાહમાં મહત્તમ તાપમાન 19-20 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 5થી 9 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે રહેવાની ધારણા છે.

હવામાન વિભાગે 22 જાન્યુઆરી સુધી કાશ્મીરમાં હવામાનમાં કોઈ ખાસ ફેરફાર નહીં થવાની આગાહી કરી છે. કાશ્મીરમાં પણ તીવ્ર ઠંડીનું મોજું છે. હવામાન વિભાગના અપડેટ્સ અનુસાર, કાશ્મીરમાં રાત્રિના સમયે તાપમાન વધુ ઘટી રહ્યું છે. જ્યારે દિવસ દરમિયાન તાપમાન નોર્મલ આસપાસ રહે છે. શ્રીનગરમાં દિવસનું તાપમાન હાલમાં સામાન્ય કરતા આઠ ડિગ્રી વધારે છે અને ગુરુવારે તે 13.0 ડિગ્રી સેલ્સિયસ હતું.

ઠંડા પવનોને કારણે પહાડી વિસ્તારોમાં સ્થિતિ દયનીય બની છે. ઉત્તરાખંડના ઘણા વિસ્તારોમાં જનજીવન ખરાબ રીતે પ્રભાવિત થઈ રહ્યું છે. હલ્દવાની અને આસપાસના વિસ્તારોમાં શીત લહેરોનો પ્રકોપ સૌથી વધુ છે. અહીં મહત્તમ તાપમાન 12.5 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 8.2 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યના તરાઈ-ભાબર વિસ્તારમાં પાંચ દિવસ સુધી ધૂમ્મસ રહેશે. તેમજ શનિવારે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગે યુપીના 69 જિલ્લામાં એલર્ટ જાહેર કર્યું છે. યુપીની રાજધાની લખનઉથી ગાઝિયાબાદ ઉપરાંત પૂર્વી યુપીના ઘણા જિલ્લાઓમાં ઠંડીનું મોજુ યથાવત છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ઉત્તર રાજસ્થાનમાં સવારના સમયે કેટલાક સ્થળોએ ગાઢ ધુમ્મસ રહેશે. પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ, આસામ, મેઘાલય, મિઝોરમ, ત્રિપુરા, જમ્મુ વિભાગ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, ઉત્તર મધ્ય પ્રદેશ, ઓડિશા, બિહાર, પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં કેટલાક સ્થળોએ ગાઢ ધૂમ્મસ છવાઈ શકે છે. પંજાબ, યુપી અને રાજસ્થાનના કેટલાક સ્થળોએ શીત લહેર ચાલુ રહેશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X