ઠંડીથી ઠુઠવાઈ દિલ્લી, શ્રીનગરમાં ઠંડીએ તોડ્યો રેકોર્ડ, પારો પહોંચ્યો 7.8 ડિગ્રી
Weather Updates: ઉત્તર ભારતનુ દરેક રાજ્ય હાલમાં કડકડતી ઠંડીમાં ઠરી રહ્યુ છે. વરસાદ, ધૂમ્મસ અને શીત લહેરથી લોકોનુ જીવન મુશ્કેલ બની રહ્યુ છે. વળી, ભારતીય હવામાન વિભાગે યુપી, પંજાબ સહિત પાંચ રાજ્યોમાં ઓરેન્જ એલર્ટ જારી કરી છે. વળી, દિલ્લીમાં આજે સવારે લઘુત્તમ તાપમાન 3 ડિગ્રી સેલ્સિયસ, હરિયાણામાં 1.4 ડિગ્રી સેલ્સિયસ, પંજાબ(અમૃતસર)માં 3.5 ડિગ્રી સેલ્સિયસ, રાજસ્થાનમાં 0.2 ડિગ્રી સેલ્સિયસ(ગંગાનગર), યુપી (બરેલી)માં 3.8 ડિગ્રી સેલ્સિયસ, એમપીમાં 3.8 ડિગ્રી સેલ્સિયસ(ઉમરિયા) અને બિહાર(પટના)મામં 1.6 ડિગ્રી સેલ્સિયસ નોંધવામાં આવ્યુ છે.

વરસાદની સંભાવના
આઈએમડીના જણાવ્યા મુજબ દિલ્લીમાં કાલ સુધી હવામાન આવુ જ રહેવાનુ છે. એટલે કે આવનારા દિવસોમાં હવે ઉત્તર ભારતના ઘણા વિસ્તારોમાં હાડ ધ્રૂજાવી દેતી ઠંડી પડવાની છે. વળી, હવામાન વિભાગે આજથી લઈને આવતા ત્રણ દિવસ સુધી તમિલનાડુ, કેરળ અને લશ્રદ્વીપમાં તેજ તોફાન સાથે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. કર્ણાટકના ઘણા શહેરોમાં આજે વાદળો છવાયા છે અને હળવો વરસાદ થઈ રહ્યો છે.

શ્રીનગરમાં ઠંડીએ તોડ્યો રેકોર્ડ, પારો પહોંચ્યો 7.8 ડિગ્રી
વળી, પહાડો પર હિમવર્ષાનો દોર ચાલુ છે. હિમાચલ પ્રદેશના કેલાંગ અને કાલ્પામાં તામાન શૂન્યથી નીચે છે. વળી, કાશ્મીરમાં ડાલ ઝીલ જામી ગઈ છે અને શ્રીનગરમાં ઠંડીએ બધા રેકોર્ડ તોડી દીધા છે. અહીં કાલે પારો 7.8 ડિગ્રી સુધી પહોંચી ગયો છે. હવામાન વિભાગે કહ્યુ છે કે હિમાચલ, ઉત્તરાખંડ અને કાશ્મીરમાં હિમવર્ષોનો દોર આમ જ ચાલુ રહેશે અને લોકોએ ઠંડીનો સામનો કરવો પડશે.

ઠંડીએ કર્યા હાલ બેહાલ
ઉત્તરાખંડ, પૂર્વ ઉત્તર પ્રદેશ, બિહાર, હરિયાણા, ચંદીગઢ અને દિલ્લી, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં અલગ અલગ ભાગોમાં આજે સવારે મધ્યમ ધૂમ્મસ જોવા મળ્યુ. વળી, બીજી તરફ અમૃતસર, પટિયાલા અને અંબાલા 25 મીટર દ્રશ્યતા નોંધવામાં આવી છે. વળી, એક વાર ફરીથી ઉત્તરાખંડમાં વરસાદ અને હિમવર્ષાના અણસાર છે. પહાડોની હિમવર્ષાથી મેદાની વિસ્તારોમાં ઠંડી વધી ગઈ છે અને આના કારણે આજથી લઈને આવતા 7-8 દિવસો સુધી હવામાનના આ જ હાલ રહેવાના છે. વળી, મસૂરી અને હિમાચલમાં હિમવર્ષનો દોર ચાલુ છે.