Weather Update: આજે આ રાજ્યોમાં ભારે વરસાદની સંભાવના, દિલ્લીમાં યલો એલર્ટ
નવી દિલ્લીઃ દેશના ઘણા રાજ્યોમાં આજે ભારે વરસાદની સંભાવના છે. હવામાન વિભાગે ગુજરાત, તેલંગાના, તમિલનાડુ, કર્ણાટક, મધ્ય મહારાષ્ટ્ર, કોંકણ ક્ષેત્ર, મધ્ય પ્રદેશ, પૂર્વ ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડમાં ત્રણ ઓક્ટોબર સુધી ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. ગુજરાતના 20 જિલ્લાઓમાં ભારે વરસાદની સંભાવના છે અને તેના કારણે લોકોને સાવચેત રહેવા માટે કહેવામાં આવ્યુ છે તેમજ પ્રશાસન પણ એલર્ટ છે.

દિલ્લીમાં યલો એલર્ટ
વળી, દિલ્લી, મહારાષ્ટ્ર, ઓરિસ્સા, બંગાળ, બિહાર, આંધ્ર પ્રદેશમાં આજે માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે. જ્યારે આવતા બે કલાક દરમિયાન ચાંદપુર, હસ્તિનાપુર(યુપી), બિજનોર, ખતોલીમાં ભારે વરસાદની સંભાવના છે. હવામાન વિભાગે જણાવ્યુ છે કે આજથી લઈને આવતા બે દિવસ સુધી દિલ્લીમાં હવામાન ખરાબ રહેશે અને અહીંના તાપમાનમાં ઘટાડો આવશે. આજે અહીં તાપમાન લગભગ 34 ડિગ્રી રહેવાની સંભાવના છે. વળી, લઘુત્તમ તાપમાન 28 ડિગ્રીની આસપાસ રહી શકે છે.

ગુજરાતના 20 જિલ્લાઓમાં ભારે વરસાદની સંભાવના
ગુજરાતના 20 જિલ્લાઓમાં ભારે વરસાદની સંભાવના છે અને તેના કારણે લોકોને સાવચેત રહેવા માટે કહેવામાં આવ્યુ છે તેમજ પ્રશાસન પણ એલર્ટ છે. ઝારખંડ અને બિહારમાં ભારે વરસાદની સંભાવના છે અને વાવાઝોડા શાહીનના કારણે માછીમારોને દરિયામાં જવાથી રોકવામાં આવ્યા છે. વળી, આવતા ત્રણ દિવસોમાં બંગાળ, ઓરિસ્સા, મહારાષ્ટ્ર, રાજસ્થાન, યુપી, ઉત્તરાખંડમાં જોરદાર વરસાદ થવાના અણસાર છે.

સામાન્ય કરતા વધુ વરસાદ
હવામાન વિભાગનુ કહેવુ છે કે આવતા 6 દિવસો બાદ ચોમાસાની વાપસી સંભવ છે અને ત્યારબાદ ઝડપથી હવામાનમાં ફેરફાર જોવા મળશે અને તાપમાનમાં ઘટાડો થશે અને ઠંડીની શરૂઆત થઈ શકે છે. તમને જણાવી દઈએ કે વર્ષ 1960 બાદ આ બીજુ વર્ષ છે જ્યારે ચોમાસાની વાપસી આટલી વિલંબથી થઈ રહી છે. આઈએમડીના જણાવ્યા મુજબ જૂનથી સપ્ટેમ્બર સુધી ચાર મહિનામાં સામાન્ય વરસાદ થયો છે પરંતુ એકલા સપ્ટેમ્બરમાં જ સામાન્યથી વધુ વરસાદ થયો છે.
નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, આસામ, મેઘાલય, અરુણાચલ પ્રદેશ, જમ્મુ કાશ્મીર, લદ્દાખ, પશ્ચિમી ઉત્તર પ્રદેશ અને લક્ષદ્વીપમાં સામાન્યથી ઓછા વરસાદ જ્યારે રાજસ્થાન, હરિયાણા, દિલ્લી, આંધ્ર પ્રદેશ, તેલંગાના, ઉત્તર કર્ણાટક, પશ્ચિમ બંગાળનુ ગંગા ક્ષેત્ર, કોંકણ અને ગોવા, મરાઠવાડા અને અંદમાન નિકોબારમાં સામાન્ય કરતા વધુ વરસાદ થયો છે.