
Weather Updates: ભારે વરસાદથી મુંબઈ પાણી-પાણી, આજે પણ ઓરેન્જ એલર્ટ, CM શિંદેએ મુખ્ય સચિવ સાથે કરી વાત
મુંબઈઃ માયાનગરી મુંબઈમાં આજે પણ ભારે વરસાદની સંભાવના છે. તમને જણાવી દઈએ કે મુંબઈમાં છેલ્લા બે-ત્રણ દિવસથી ભારે વરસાદ થઈ રહ્યો છે. જેના કારણે જનજીવન પ્રભાવિત થયુ છે. હવામાન વિભાગે આજે પણ અહીં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યુ છે. તેમનું કહેવુ છે કે કુર્લા, ચેમ્બુર, સાયન, દાદર અને અંધેરી ભારે વરસાદની ઝપટમાં છે. વિભાગનુ કહેવુ છે કે આ આખુ અઠવાડિયુ મુંબઈમાં વરસાદ પડશે. જ્યારે મુંબઈ ઉપરાંત થાણે, પાલઘર, રાયગઢ, રત્નાગિરી, સિંધુદુર્ગ, પુણે, બીડ, લાતુર, જાલના, પરભણી ઉપરાંત આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના છે. જેના કારણે તમામ સ્થળોએ ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે.

મુંબઈમાં ઠેર-ઠેર પાણી ભરાયા
નોંધનીય છે કે ભારે વરસાદને કારણે નવી મુંબઈ અને અંધેરી સબવે અંધેરી સહિત ઘણા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. જેના કારણે ઑફિસ જનારાઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. વિભાગનુ કહેવુ છે કે મુંબઈ સહિત સમગ્ર મહારાષ્ટ્રમાં આખા અઠવાડિયે વરસાદનો આ સિલસિલો ચાલુ રહેશે. IMD મુજબ કોંકણ ક્ષેત્રમાં 8 જુલાઈ સુધી ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે.
|
CM એકનાથ શિંદેએ NDRF ટુકડીઓને તૈયાર રાખવાના નિર્દેશ આપ્યા
મહારાષ્ટ્રના વિવિધ ભાગોમાં ભારે વરસાદને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રી એકનાથ શિંદેએ મુખ્ય સચિવ મનુકુમાર શ્રીવાસ્તવ સાથે ચર્ચા કરી અને તમામ સંબંધિત જિલ્લાઓના વાલી સચિવોને પરિસ્થિતિ પર દેખરેખ રાખવા અને નિયંત્રણ કરવા નિર્દેશ આપ્યો તેમ સીએમઓ તરફથી જણાવવામાં આવ્યુ છે. ઉલ્લેખનીય છે કેમુંબઈમાં છેલ્લા 12 કલાકમાં 95.81 મીમી વરસાદ નોંધાયો છે.સીએમ એકનાથ શિંદેએ NDRF ટુકડીઓને તૈયાર રાખવાના નિર્દેશ આપ્યા છે.
|
ભારેથી અતિ ભારે વરસાદનુ અનુમાન
હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ સુધી ઓરિસ્સાના ઘણા ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. વિભાગનુ કહેવુ છે કે બાંગ્લાદેશ અને પડોશી વિસ્તારોમાં સાયક્લોનિક સર્ક્યુલેશન ચાલુ છે. તેના પ્રભાવ હેઠળ આગામી 48 કલાક દરમિયાન ઉત્તર ઓરિસ્સામાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. તેથી હવામાન વિભાગે આજે 24 જિલ્લાઓ માટે 'યલો એલર્ટ' અને આગામી 24 કલાક માટે આઠ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યુ છે.
|
બે દિવસ માટે એલર્ટ
આ ઉપરાંત દિલ્હી, યુપી, બિહાર, એમપી, છત્તીસગઢ અને ઝારખંડમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે, જ્યારે રાજસ્થાન અને ગુજરાતમાં બે દિવસ માટે એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે.ભારે વરસાદ બાદ મુંબઈમાં અનેક જગ્યાએ પાણી ભરાયા છે. લોકોને અવરજવરમાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.