For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Weather Update: ગુજરાત સહિત દેશના આ રાજ્યોમાં આવશે ભારે વરસાદ, અપાયુ યલો એલર્ટ

ભારતીય હવામાન વિભાગે પોતાની લેટેસ્ટ અપડેટમાં કહ્યુ છે કે આજે પણ દેશના ઘણા ભાગોમાં ભારે વરસાદની સંભાવના છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ ચોમાસુ હાલમાં પોતાના અંતિમ તબક્કામાં છે અને ઘણા રાજ્યોમાં સક્રિય છે જેના કારણે સામાન્ય જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયુ છે. ભારતીય હવામાન વિભાગે પોતાની લેટેસ્ટ અપડેટમાં કહ્યુ છે કે આજે પણ દેશના ઘણા ભાગોમાં ભારે વરસાદની સંભાવના છે. ગુજરાત, રાજસ્થાન, હરિયાણા, મધ્ય પ્રદેશ, છત્તીસગઢમાં પણ ભારે વરસાદ થઈ શકે છે. જ્યારે યુપી અને ઉત્તરાખંડમાં પહેલેથી જ યલો એલર્ટ આપવામાં આવ્યુ છે. ગુજરાતમાં 25-26 સપ્ટેમ્બર અને આંધ્ર પ્રદેશમાં 26 સપ્ટેમ્બરે મૂસળધાર વરસાદના અણસાર છે. વળી, કર્ણાટક અને તમિલનાડુમાં હળવા વરસાદની સંભાવના છે.

ચોમાસાની વિદાય ઓક્ટોબરમાં

ચોમાસાની વિદાય ઓક્ટોબરમાં

ભારતીય હવામાન વિભાગના જણાવ્યા મુજબ પૂર્વ-મધ્ય બંગાળની ખાડી પાસે પૂર્વોત્તર ક્ષેત્રોમાં 25 સપ્ટેમ્બર સુધી ચક્રવાતી પ્રવાહ બની રહ્યો છે. આ પ્રવાહ 48 કલાક દરમિયાન સક્રિય હશે જેના કારણે દેશના ઘણા રાજ્યોમાં જોરદાર વરસાદ થશે. વિભાગે કહ્યુ છે કે સપ્ટેમ્બરના અંત સુધી દેશના ઘણા રાજ્યોમાં વાદળો વરસશે અને આના કારણે ચોમાસાની વિદાય ઓક્ટોબરમાં થશે

આ વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના

આ વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના

આઈએમડીની લેટેસ્ટ ટ્વિટમાં કહેવામાં આવ્યુ છે કે આવતા અમુક કલાકોમાં નરેલા, અલીપુર, બુરાડી, મૉડલ ટાઉન, કરાવલનગર, સિવિલ લાઈન્સ, દિલશાદ ગાર્ડન, સીમાપુરી, કાશ્મીર ગેટ, સીલમપુર, વિવેક વિહાર, લાલ કિલ્લા આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના છે.

દિલ્લીમાં આ આખુ સપ્તાહ વરસાદનો દોર ચાલુ રહેશે

દિલ્લીમાં આ આખુ સપ્તાહ વરસાદનો દોર ચાલુ રહેશે

વળી, મહેન્દ્રગઢ, રેવાડી, નારનોલ, બાવલ, નૂંહ(હરિયાણા) દેવબંધ, શામલી(યુપી) ભિવાડી, તિજારા, ખેરથલ, અલવર, રાજગઢ(રાજસ્થાન)માં ભારે વરસાદ થઈ શકે છે. જ્યારે આજે ગાઝિયાબાદ, નોઈડા, ફરીદાબાદમાં પણ વાદળો વરસશે. હવામાન વિભાગે પહેલા જ કહ્યુ હતુ કે દિલ્લીમાં આ આખુ સપ્તાહ વરસાદનો દોર ચાલુ રહેશે. ગુરુવારે પણ દિલ્લીમાં ઘણો વરસાદ થયો હતો. જેના કારણે શુક્રવારની સવારે દિલ્લીમાં થોડી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.

આગામી અમુક કલાકોમાં થઈ શકે છે વરસાદ

આગામી અમુક કલાકોમાં થઈ શકે છે વરસાદ

પાણીપત, ગોહાના, ગન્નૌર, સોનીપત, રોહતક, ખરખોદા, ભિવાની, ચરખી દાદરી, મટ્ટનહેલ, જઝ્ઝર, લોહારુ, કોસલી, મહેન્દ્રગઢ, સોહાના, નારનૌલ(હરિયાણા), સહારનપુર, ગંગોહ, દેવબંધ, નજીબાબાદ, શામલી, મુઝફ્ફરનગર, કાંધલા, બિજૌર, સકોટી ટાંડા, હસ્તિનાપુર, બડૌત, દૌરાલા, બાગપત, મેરઠ, ખેકરા, મોદીનગર, કિઠૌર, પિલાખુઆ(યુપી), પિલાની, ઝુંજૂન, ખેરથલ, કોટપૂતલી, અલવર(રાજસ્થાન)માં ભારે વરસાદ થઈ શકે છે.

English summary
Weather Updates: IMD yellow alert for Gujarat, UP, Uttarakhand, MP, Delhi cooler after shower.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X