
Weather Alert: યુપી-એમપી સહિત આ રાજ્યોમાં ભારે વરસાદની સંભાવના, ગંગા ભયજનક સપાટીથી ઉપર
નવી દિલ્લીઃ દેશના ઘણા રાજ્યોમાં ભારે વરસાદે કહેર વરસાવ્યો છે. વળી, ભારતીય હવામાન વિભાગે પોતાની લેટેસ્ટ અપડેટમાં આગલા 4 દિવસ માટે યુપી-બિહાર-એમપી અને બંગાળમાં ભારે વરસાદનુ એલર્ટ જાહેર કર્યુ છે. બિહાર અને બંગાળમાં તો ગંગા ભયજનક સપાટીથી ઉપર વહી રહી છે. અહીં સતત થઈ રહેલા વરસાદના કારણે ઘણા જિલ્લાઓમાં પૂરની સ્થિતિ પેદા થઈ ગઈ છે.

બિહાર-બંગાળમાં ગંગા ભયજનક સપાટીથી ઉપર
બિહારના બક્સરમાં ગંગા નદી જોખમના લાલ નિશાનથી ઉપર વહી રહી છે. વળી, બંગાળમાંપણ ગંગાનુ જળસ્તર તેજીથી વધી રહ્યુ છે જેના કારણે પ્રશાસનની ચિંતા વધી ગઈ છે. વળી, આવતા 24 કલાક દરમિયાન ઉત્તરાખંડમાં પણ ભારે વરસાદના અણસાર છે. અહીં યલો એલર્ટ આપવામાં આવ્યુ છે. વળી, હિમાચલ પ્રદેશમાં પણ 15 ઓગસ્ટસુધી વરસાદનો દોર ચાલુ રહેશે.

આ રાજ્યોમાં ભારે વરસાદની સંભાવના
હવામાન વિભાગે બિહારના 10 જિલ્લાઓ પૂર્વ અને પશ્ચિમી ચંપારણ, જહાનાબાદ, ઔરંગાબાદ, ગયા, સીતામઢી, કિશનગંજ, ભભુઆ, રોહતાસ અને અરરિયામાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યુ છે. જ્યારે યુપીના ઈટાવા, જાલોન, હમીરપુર, ઓરૈયા, ફરુખાબાદ, કાનપુર ગ્રામ્ય, આગ્રા, ગોરખપુર, કૌશાંબી, બલિયા, બાંદા, ચંદોલી, બહરાઈચ અને કાનપુરમાં આજે વરસાદ વરસી શકે છે.

સ્કાઈમેટે પણ આપી ચેતવણી
સ્કાઈમેટે કહ્યુ છે કે આવતા 24 કલાક દરમિયાન તમિલનાડુ, આંધ્ર પ્રદેશ, રાયલસીમા, તેલંગાના, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, પશ્ચિમ બંગાળ, ઝારખંડ, છત્તીસગઢ, ઉત્તરાખંડ, પંજાબ, હરિયાણા, જમ્મુ કાશ્મીર, રાજસ્થાનના પૂર્વ ભાગો, મધ્ય પ્રદેશ, ગોવા, મહારાષ્ટ્ર, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, ગુજરાત અને અંદમાન-નિકોબાર દ્વીપ સમૂહ, કર્ણાટક, પશ્ચિમ બંગાળ, ઓરિસ્સા, આંધ્ર પ્રદેશ, તેલંગાના, મહારાષ્ટ્રના અમુક ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદના અણસાર છે.