
Weather: દિલ્લી-એનસીઆર સહિત ઘણા રાજ્યોમાં આંધી-તોફાનની સંભાવના, એલર્ટ જાહેર
નવી દિલ્લીઃ એક વાર ફરીથી દિલ્લીના હવામાનમાં મોટો ફેરફાર થવાનો છે. હવામાન વિભાગે ચેતવણી આપી છે કે આજથી લઈને આગલા બે દિવસ માટે દિલ્લી-એનસીઆર સહિત દેશના ઘણા ભાગોમાં આંધી-તોફાનના અણસાર છે. તેમના મુજબ દિલ્લી, હરિયાણા અને પંજાબના અલગ-અલગ ભાગોમાં હળવાથી તીવ્રતા સાથે વરસાદલ થવાની સંભાવના છે. એટલુ જ નહિ દિલ્લી-એનસીઆર અને આસપાસના વિસ્તારોમાં 30થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ગતિએ પવન ફૂંકાવાનુ પણ અનુમાન છે.

દિલ્લીમાં આવ્યુ ભયંકર આંધી-તોફાન
તમને જણાવી દઈએ કે બે દિવસ પહેલા દિલ્હીમાં જોરદાર વાવાઝોડુ આવ્યુ હતુ જેના કારણે ઘણુ નુકશાન થયુ હતુ. તેથી જ આ વખતે હવામાન વિભાગે પહેલેથી જ ચેતવણી જાહેર કરી દીધી છે.

જોરદાર વરસાદના અણસાર
IMDનુ કહેવુ છે કે સક્રિય વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ઉત્તર ભારતમાં ભારે વરસાદની સંભાવના છે. તેણે એમ પણ કહ્યુ છે કે દિલ્હીમાં એક સપ્તાહ સુધી અને આગામી બે દિવસ સુધી દિલ્હી, પંજાબ અને હરિયાણામાં હીટવેવ નથી. આ સિવાય પશ્ચિમ ઉત્તર પ્રદેશ, પૂર્વ રાજસ્થાન અને ઉત્તરાખંડમાં ભારે વરસાદની સંભાવના છે.

હિમાચલ અને કાશ્મીરમાં પણ વરસશે મેઘ
હિમાચલ અને કાશ્મીરમાં પણ ભારે વરસાદ થશે અને ચોમાસુ સક્રિય થવાને કારણે દક્ષિણ ભારતમાં પણ વરસાદની સંભાવના છે. કર્ણાટક, તમિલનાડુ અને કેરળમાં પણ ભારે વરસાદની સંભાવના છે. જ્યારે આસામ, સિક્કિમ અને ગોવામાં પણ ભારે વરસાદની ચેતવણી જાહેર કરવામાં આવી છે.

ગુજરાત અને રાજસ્થાનમાં ધૂળવાળા પવનો ફૂંકાઈ શકે છે
ખાનગી હવામાન એજન્સી સ્કાયમેટે જણાવ્યુ છે કે આગામી 24 કલાક દરમિયાન નાગાલેન્ડ, આસામ, મેઘાલય, અરુણાચલ પ્રદેશ, મણિપુર, કેરળ, લક્ષદ્વીપ, કર્ણાટક, સિક્કિમ, ઓરિસ્સા, કોંકણ, ગોવા, મરાઠવાડા, ઉપ-હિમાલય પશ્ચિમ બંગાળ, તમિલનાડુના કેટલાક ભાગો , આંધ્રપ્રદેશમાં ભારે વરસાદ પડશે. જ્યારે દિલ્હી, NCR, પંજાબ અને હરિયાણામાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. જ્યારે રાજસ્થાન-ગુજરાતમાં ધૂળવાળા પવનો જોવા મળી શકે છે.