
Weather: દિલ્લી સહિત ઘણા રાજ્યોમાં આજે બદલાશે હવામાન, જાણો ક્યાં-ક્યાં થશે વરસાદ?
નવી દિલ્લીઃ ભીષણ ગરમીનો સામનો કરી રહેલા દિલ્હીવાસીઓને થોડી રાહત મળી શકે છે. હવામાન વિભાગના લેટેસ્ટ અપડેટ મુજબ આજે દિલ્હીમાં હળવા વરસાદની સંભાવના છે. જો કે આજે પણ રાજધાનીમાં તાપમાન 42 ડિગ્રીની આસપાસ રહેવાનુ છે પરંતુ આવતીકાલથી અહીં ચોમાસુ શરુ થઈ શકે છે અને વરસાદનો દોર શરુ થઈ શકે છે. દિલ્લી ઉપરાંત યુપી, બિહાર, રાજસ્થાન, હિમાચલ અને ગુજરાતમાં આજે હળવો વરસાદ પડી શકે છે. ભારતીય હવામાન વિભાગે અહિ એલર્ટ જાહેર કર્યુ છે.

હળવા વરસાદની સંભાવના
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે સાંજ સુધીમાં યૂપીના ઘણા શહેરોમાં ચોમાસુ પહોંચી શકે છે અને આજથી 1 જુલાઈની વચ્ચે 25 થી 35 મીમી વરસાદની સંભાવના છે. બીજી તરફ પંજાબ અને હરિયાણામાં હળવો વરસાદ થવાની સંભાવના છે. જ્યારે પર્વતો પર પણ વરસાદ પડી શકે છે અને કાશ્મીર, હિમાચલ અને ઉત્તરાખંડમાં પણ વરસાદની શક્યતા છે.

અહીં વરસશે વાદળા
જ્યારે ખાનગી હવામાન એજન્સી સ્કાયમેટે જણાવ્યુ છે કે આજથી આગામી 24 કલાક દરમિયાન ઉપ-હિમાલયના પશ્ચિમ બંગાળ, સિક્કિમ, આસામ, મેઘાલય, અરુણાચલ પ્રદેશ, કોંકણ-ગોવા, કોસ્ટલ કર્ણાટક, દક્ષિણ-પશ્ચિમ મધ્ય પ્રદેશ, ગુજરાત, મહારાષ્ટ્ર, મરાઠવાડા, વિદર્ભ અને તેલંગાના, છત્તીસગઢ અને આંદામાન નિકોબારમાં હળવો વરસાદ થઈ શકે છે.

અહીં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના
બીજી તરફ ઉત્તર પ્રદેશ, ઓરિસ્સા, તટીય આંધ્ર પ્રદેશ, કેરળ, લક્ષદ્વીપ, દક્ષિણ મધ્ય પ્રદેશ ઉત્તરાખંડમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે, જ્યારે જમ્મુ અને કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને લદ્દાખમાં ભારે વરસાદની સંભાવના છે, જ્યારે પંજાબ, હળવા હરિયાણા, દિલ્હી અને ઉત્તરપૂર્વ રાજસ્થાનના ભાગોમાં વરસાદ પડી શકે છે.