For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મહારાષ્ટ્રમાં CIDની વેબસાઈટ હેક, મોદી સરકારને આપવામાં આવી આ ચેતવણી

મહારાષ્ટ્ર પોલિસની ગુના અન્વેષણ વિભાગ(સીઆઈડી)ની વેબસાઈટ શુક્રવારે સંભવતઃ હેક થઈ ગઈ.

|
Google Oneindia Gujarati News

મહારાષ્ટ્ર પોલિસની ગુના અન્વેષણ વિભાગ(સીઆઈડી)ની વેબસાઈટ શુક્રવારે સંભવતઃ હેક થઈ ગઈ. જેમાં ભારતીય પોલિસ અને મોદી સરકાર સામે ચેતવણી જોવા મળી. આ ચેતવણી મુસ્લિમોની ભાવના ઠેસ પહોંચાડવા સાથે જોડાયેલી છે. જો કે સમગ્ર બાબતે રાજ્યના સીઆઈડી પ્રમુખ અતુલચંદ્ર કુલકર્ણીએ દાવો કર્યો કે આ હેકિંગ નહોતુ પરંતુ પરિષ્કૃત વેબસાઈટની સુરક્ષા વિશેષતાઓની તપાસ કરવા માચે એક પરીક્ષણ હતુ.

hacking

અધિક પોલિસ મહાનિર્દેશક કુલકર્ણીએ કહ્યુ કે, અમારો ડેટા સુરક્ષિત છે અને વેબસાઈટ પર ઉપલબ્ધ ડેટા સાથે કોઈ પણ પ્રકારની સમજૂતીનો કોઈ સવાલ જ નથી. મીડિયા રિપોર્ટ અનુસાર હેક થયેલા વેબપેજ પર બોલ્ડ ફૉન્ટમાં ગવર્નમેટ ઑફ ઈમામ મેહદી લખ્યુ હતુ. આ સાથે જ તેના પર હાથમાં ઝંડા લઈને અને ઘોડા પર સવાર એક વ્યક્તિનો ફોટો હતો.

આ સાથે સરકારને અને પોલિસને ચેતવણી ભરેલો મેસેજ લખેલો મળ્યો. વેબપેજ પર દેખાઈ રહેલ મેસેજમાં લખ્યુ હતુ, 'ભારતીય પોલિસ અને મોદી સરકારને અમે ચેતવણી આપીએ છીએ, મુસલમાનોને હેરાન કરવાનુ બંધ કરો... ઈમામ મેહદી જલ્દી આવી રહ્યા છે.' તમને જણાવી દઈએ કે મેસેજ હાલમાં જ દિલ્લીમાં થયેલી હિંસા સંબંધિત માનવામાં આવી રહ્યો છે. આ હિંસા અંગે હાલમાં જ દાવો કરવામાં આવ્યો છે કે આના મોટાભાગના પીડિતો મુસલમાન છે. દિલ્લી હિંસામાં 53 લોકોના મોત થયા છે અને 200થી વધુ લોકો ઘાયલ છે જેમનો ઈલાજ ચાલી રહ્યો છે.

આ પણ વાંચોઃ બિહારમાં ભીષણ માર્ગ અકસ્માત, ટ્રેક્ટર-કારની ટક્કરમાં 11ના મોત, 4 ઘાયલઆ પણ વાંચોઃ બિહારમાં ભીષણ માર્ગ અકસ્માત, ટ્રેક્ટર-કારની ટક્કરમાં 11ના મોત, 4 ઘાયલ

English summary
website of maharashtra police cid was apparently hacked with a warning to modi government.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X